________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૩૧ પ્રશ્ન:- વિકલ્પાત્મક ભાવભાસન યથાર્થ કહેવાય ? સમાધાન - વિકલ્પાત્મક ભાવભાસન બુદ્ધિથી થાય છે, તેને વ્યવહારે યથાર્થ કહેવાય. પણ વાસ્તવિક યથાર્થ તો ચૈતન્યને ગ્રહણ કરે ત્યારે જ કહી શકાય. બુદ્ધિથી નિર્ણય કરે તેને વ્યવહારથી કહેવાય, પણ વાસ્તવિકપણે પોતે પોતાને ગ્રહણ કરે ત્યારે યથાર્થ કહેવાય. ૨૦૧. પ્રશ્ન- જ્ઞાન લક્ષણના ભેદમાં ન રોકાતાં શું હું જ્ઞાયક છું એમ આપ સીધો જ્ઞાયકને ગ્રહણ કરવાનું કહો છો ? સમાધાનઃ- જે જ્ઞાનની પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે તે હું નથી, હું તો ત્રિકાળ જાણનાર છું. સ્વયં મારું અસ્તિત્વ જ જ્ઞાયક છે, મારું અસ્તિત્વ સ્વયં જ્ઞાયકતાથી જ રચાયેલું છે. આ ક્ષણે ક્ષણે જે ફેરફાર થાય તે મારું મૂળ સ્વરૂપ નથી, સ્વય જ્ઞાયકતાથી રચાયેલું મારું અસ્તિત્વ અખંડ છે, એમ જ્ઞાયકને ગ્રહણ કરવો. આ ક્ષણ પૂરતું જ્ઞાન-જ્ઞાન દેખાય છે તે મારું મૂળ અસ્તિત્વ નથી, ફરે છે એ તો પર્યાય છે. અનંતતાથી ભરેલો, અનંત જ્ઞાયકતાથી રચાયેલો, અનંત-અનંત અગાધ શક્તિઓથી ભરેલું જે જ્ઞાયકતાનું અસ્તિત્વ છે તે હું છું. એમ ગ્રહણ થવું જોઈએ.
અનંતતા તેને દેખાતી નથી, પણ તેને એટલી મહિમા અંતરમાં આવી જાય છે કે અગાધ શક્તિઓથી ભરેલું એવું મારું અસ્તિત્વ છે. મારું અસ્તિત્વ ખાલી નથી, પણ અનંત શક્તિઓથી ભરેલી એવી મારી જ્ઞાયકતા છે. એવી મહિમાપૂર્વક અંતરમાં જ્ઞાયકતા ગ્રહણ થવી જોઈએ. ૨૦૨. પ્રશ્ન:- પ્રથમ ગ્રહણ તો જ્ઞાની પુરુષનાં વચનો દ્વારા કરવું પડે ને ? સમાઘાન- જ્ઞાનીનાં વચનો તેમાં નિમિત્ત હોય છે. અનાદિકાળથી પોતે જાણ્યું નથી. એમાં પહેલાં દેવ કે ગુરુનાં વચનો કાને પડે છે, તે પછી પોતાની અંતરની તૈયારી થાય છે ને તેને ચૈતન્યના કોઈ અપૂર્વ સંસ્કાર તથા દેશનાલબ્ધિ પ્રગટે છે. જ્ઞાનીનાં વચન નિમિત્ત ખરાં, પણ અંતરથી તૈયારી પોતાને કરવાની રહે છે, પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. ૨૦૩. પ્રશ્ન:- ભાવમાં એમ આવે છે કે હું ગુરુદેવ! અમે કાંઈ જાણતા નહોતા, આપે જ માર્ગ બતાવ્યો અને બીજી બાજુ એમ આવે છે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, તો શું સમજવું ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com