________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[૩ અતિશય કોઈ જુદા જ હોય છે. તેમની વાણી આદિ બધું જુદું હોય છે અને તે જીવોને સહેજે પલટવાનું કારણ બને છે. જો ઉપાદાન તૈયાર હોય તો પરિણતિનો સહેજે પલટો થઈ જાય છે. ગૌતમસ્વામી સમવસરણમાં આગળ જાય છે ત્યાં સમ્યગ્દર્શન, મુનિદશા, બધી લબ્ધિઓ અને અવધિ-મન:પર્યયજ્ઞાન પ્રગટે છે. એકદમ અંદરમાં પલટો થઈ જાય છે અને ભગવાનની વાણી છૂટે છે. અંદર પાત્રતાની તૈયારી હોય તો ભગવાન અતિશય પ્રબળ નિમિત્ત બને છે.
મહાભાગ્ય ગુરુદેવભરતક્ષેત્રમાં જન્મ્યા. અત્યારે તેમના જેવો નમૂનો કોઈ દેખવામાં આવતો નથી. તેમની વાણી આદિ બધું જુદું હતું એમના દર્શન માત્રથી જીવો ઊછળી જતા હતા, અને આ જુદા પુરુષ છે એવું થઈ જતું હતું ૨. પ્રશ્ન- વિકલ્પમાં તત્ત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે પણ તત્ત્વનિર્ણય સુધી પહોચાતું નથી, વિકલ્પમાં તત્ત્વના વિચારો સિવાય લાબું કાંઈ દેખાતું નથી. તો શું કરવું જોઈએ? સમાધાનઃ- પોતાના પુરુષાર્થની મંદતા છે એટલે આગળ જઈ શકતો નથી. તત્ત્વનો અભ્યાસ છે એટલે તેના વિચારો કર્યા કરે; પણ આ જ્ઞાયક તે જ હું છું એમ તેને (ઊંડાણથી) ગ્રહણ કરીને જ્ઞાયકની શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદજ્ઞાનનો અભ્યાસ બોલવા રૂપે નહિ પણ અંતરમાંથી કર્યા વગર આગળ જઈ શકાતું નથી. દ્રવ્યદૃષ્ટિના જોરથી ને ભેદજ્ઞાનના અભ્યાસના જોરથી તે આગળ જઈ શકે છે.
તત્ત્વના નિર્ણય પછી પણ શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો. તે વગર આગળ જઈ શકાતું નથી.
મુમુક્ષુ - સ્વ-પરનું સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે, છતાં શુષ્કતા જેવું લાગે છે અને ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ તે આવતું નથી, તો આ સ્થિતિમાં શું કરવું? તે કૃપા કરીને સમજાવશો.
બહેનશ્રી - પોતાનું કારણ પોતે પકડવાનું છે. અંદરથી હદય ભીંજવીને, આત્માની મહિમા લાવીને તત્ત્વના નિર્ણયને દઢ કરીને તેમ જ તેનો પુરુષાર્થ કરીને પોતે જ આગળ જવાનું છે. જે એકત્વબુદ્ધિ થઈ રહી છે તેને તોડયે જ છૂટકો છે. બંને સામસામું છે-અહીં સ્વમાં એકત્વબુદ્ધિ કરવાની છે અને પરથી છૂટું પડવાનું છે. જ્ઞાયક નિરાળો છે. તે નિરાળાને નિરાળારૂપે પરિણમનમાં લાવવાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com