________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૩૨૫ સમાધાન:- જાણનારો પોતે હોવા છતાં પણ ગ્રહણ કરવું મુશ્કેલ પડે છે. જ્ઞાનલક્ષણ બતાવી રહ્યું છે કે “હું આ રહ્યો,” પણ પોતે લક્ષમાં લેતો નથી. જાણનારો જુદો છે. રાગ આત્માને જાણતો નથી અને રાગ રાગને જાણતો નથી તથા શરીર તો જડ છે. વિચાર કરે તો જાણનારો પોતે દેખાય તેવો છે, સમજાય તેવો છે કે જાણનારો પોતે જ છે. જાણનારો પોતે પોતાનું લક્ષણ બતાવી રહ્યો છે, પણ પોતે ધીરો થઈને ઊભો ન રહેતાં વિભાવની પરિણતિ વેગથી ચાલી રહી છે તેમાં વેગથી દોડી રહ્યો છે. તેથી તેને તેમાં રાગથી જુદું પડવું મુશ્કેલ પડે છે. રાગ મંદ કરે તો અશુભમાંથી શુભમાં આવે છે, પણ જુદો પડતો નથી. એક પછી એક વિભાવની માળા તેને ચાલ્યા કરે છે, તેમાંથી તેણે ઊભું રહીને-સ્થિર રહીને-જુદું રહીને-જુદું પડવું મુશ્કેલ પડે છે. પ૭૪. પ્રશ્ન- એવો અમે શું પુરુષાર્થ કરીએ કે હવે પછીના કાળમાં અમને ગુરુદેવનો અને આપના સાન્નિધ્યનો યોગ પ્રાપ્ત થાય ? સમાધાનઃ- અંતરમાં એક આત્મા જ સર્વસ્વ છે, બીજું બધું નિઃસાર છે. હું આત્મા શાશ્વત છું, આ કોઈ પરદ્રવ્ય મારું નથી એ રીતે પરદ્રવ્ય પ્રત્યેનો મોહ તોડી નાખે. જીવ નકામો મારું મારું કરે છે, આ શરીર પોતાનું નથી, બહારના ઘર-કુટુંબ તે કોઈ પોતાનાં નથી, બહારની વસ્તુઓ–પૈસા આદિ કોઈ વસ્તુ પોતાની નથી. બધું સાચવી-સાચવીને રાખતો હોય પણ એક ક્ષણમાં પોતે ચાલ્યો જાય છે અને તે બધું અહીં પડયું રહે છે. માટે બીજી કોઈ વસ્તુ સારભૂત નથી. તે બધા ઉપરથી મમતા છોડી એક ચૈતન્યની રુચિ, મહિમા વધારવી. આમ, આત્મામાં જે સંસ્કાર નાંખ્યા હોય તે સાથે આવે છે અને તેની સાથે શુભભાવ હોય તેનાથી પુણ્ય બંધાય છે કે જેના કારણે સારા યોગ મળે એટલે કે ગુરુદેવ મળે, જિનેન્દ્રદેવ મળે. પ૭૫. પ્રશ્ન- અનુભવ થયા પહેલાં મુમુક્ષુ સાચા જ્ઞાન અને વૈરાગ્ય કરી શકે ? સમાધાન:- પહેલાં જ્ઞાન-વૈરાગ્ય કરી શકે, પણ વાસ્તવિક યથાર્થપણું તેને સમ્યજ્ઞાન થાય ત્યારે કહી શકાય. પરંતુ તે યથાર્થપણાની ભૂમિકા મુમુક્ષુપણામાં થઈ શકે છે. યથાર્થપણું પ્રગટ થાય તેના પહેલાં યથાર્થપણાની ભૂમિકા થવાથી યથાર્થપણાના માર્ગે જઈ શકે છે. સમ્યગ્દર્શનમાં જેવી ઊંડી પ્રતીતિ અને યથાર્થ આત્માનો આશ્રય ગ્રહણ કર્યો એવું હજુ નથી, તો પણ તે યથાર્થ માર્ગે જઈ શકે છે. માર્ગાનુસારી થઈ શકે છે. આ શુભાશુભભાવ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com