________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬]
[ સ્વાનુભૂતિદર્શન કરે તેમ થાય, હું મારા પુરુષાર્થથી કાંઈ કરી શકું નહિ એવી જેને માન્યતા નથી તેને વ્યવહારનો પક્ષ આવતો નથી. જેને એવી શ્રદ્ધા છે કે હું મારાથી કરું ત્યારે જ થવાનું છે, છતાં ગુરુ મને ઉપકારરૂપ છે અને ગુરુએ જ મને બધું આપ્યું છે, એવી શુભભાવના આવે છે, પરંતુ તેનાથી વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તેની શ્રદ્ધા તો જુદી જ રહે છે.
યથાર્થ શ્રદ્ધાની વાત તો જુદી છે, તે સહજરૂપે જ્ઞાનીને-ભેદજ્ઞાનીને હોય છે. જિજ્ઞાસુને પણ બુદ્ધિપૂર્વકની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધામાં ભૂલ આવતી નથી. ગુરુની ભક્તિ કરે તેમાં શ્રદ્ધાની ભૂલ આવતી નથી, તેમાં વ્યવહારનો પક્ષ આવતો નથી. જિજ્ઞાસુ દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરે છે; છતાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તેમાં સર્વસ્વ માને ત્યારે વ્યવહારનો પક્ષ આવે છે.
જેને ભેદજ્ઞાન પ્રગટ થયું છે એવા આચાર્યો ધવલાદિ શાસ્ત્રો રચે છે, કોઈ અધ્યાત્મનાં શાસ્ત્રો રચે છે. તો તેમાં પક્ષ આવી જાય છે? પદ્મનંદી આચાર્ય ભક્તિનાં શાસ્ત્રો રચે છે, તો તેમાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી,
ત્યાં પણ સાથે ભેદજ્ઞાનની ધારા વર્તે છે, જિજ્ઞાસુએ નક્કી કર્યું છે કે આ બધા વિભાવથી છૂટો હું ચૈતન્ય દ્રવ્ય છું, તે ભલે બુદ્ધિથી નક્કી કર્યું છે છતાં તેને ભક્તિના ભાવ આવે અને તે કાર્યમાં જોડાય તેથી કંઈ ભક્તિના કાર્યથી વ્યવહારનો પક્ષ આવી જતો નથી. ર૩૯. પ્રશ્ન- જિજ્ઞાસુ શુભભાવને હેય સમજે છે અને આવ્યા વગર રહેતા પણ નથી તેમ કેવી રીતે બંને વાત સમજે છે ? સમાઘાન- હા, જિજ્ઞાસુ એમ સમજે છે. તેને શ્રદ્ધા છે કે શુભભાવ તો હેય છે, તો પણ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. શુભભાવ આવે તો શ્રદ્ધામાં ભૂલ પડે છે એમ નથી. બહુ ભક્તિ કરે તો તેને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે તેમ નથી. જિજ્ઞાસુ અંતરમાં પોતે જાણતો હોય છે, તેથી શ્રદ્ધામાં હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધાત્મા જુદો છે, શુભભાવ તારું સ્વરૂપ નથી. આ તેણે સ્વયં પણ નક્કી કરેલું છે તેથી તેની શ્રદ્ધામાં ભૂલ થતી નથી. ૨૪). પ્રશ્ન- જિજ્ઞાસુ મહિમા તો એમ જ કરે છે કે ગુરુદેવ ! આપે જ બધું સર્વસ્વ આપ્યું છે. સમાધાનગુરુદેવ! આપ જ સર્વસ્વ છો; આપે જ અમને બધું આપ્યું છે;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com