________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩૦]
[સ્વાનુભૂતિદર્શન થાય. તે એમ કહે કે ગમે તેમ કરીને પણ કરવું છે, પરતું કાર્યમાં મૂકતો નથી, તો કેમ થાય? ૪૧૩. પ્રશ્ન- આ કરવું જ છે તેવી ભાવના દઢ છે; પણ પુરુષાર્થમાં પહોંચાતું નથી ? સમાધાનઃ- જેણે એમ નક્કી કર્યું છે કે આ પ્રગટ કરવું જ છે તેનો પુરુષાર્થ પહોંચ્યા વગર રહેવાનો નથી. તેને કાળ લાગે તો પણ ગ્રહણ કર્યા વગર રહેવાનો નથી. જેને અંતરમાંથી લાગી છે કે આ ગ્રહણ કરવું જ છે, આ પ્રગટ કરવું જ છે, તો તેને ધીમો ધીમો પણ પુરુષાર્થ ઊપડે છે. જેને અંતરમાંથી લાગી છે કે બીજું નથી જ જોઈતું અને આ જ જોઈએ છે, તો કાળ લાગે તો પણ પ્રગટ કર્યા વગર રહેવાનો નથી. પોતે જ છે, બીજો નથી. માટે પોતાને લાગી છે તો તે પહોંચવાનો જ છે. કાળ લાગે તો પણ અંતરની રુચિ પ્રગટ થાય તે પહોંચ્યા વગર રહે જ નહિ. ભલે કાળ લાગે; પણ અંતરમાં જેને લગની લાગી તે પહોંચ્યા વગર રહેવાનો નથી. ૪૧૪. પ્રશ્ન:- પૂજ્ય ગુરુદેવ અને આપે ઘણા ખુલાસા કરવા છતાં હજુ સુધી પુરુષાર્થ ઊપડતો નથી એનું દુઃખ અને શરમ થાય છે અને એમ પણ થાય છે કે કયાં સુધી પ્રશ્નો કર્યા કરવા ? સમાઘાન- ગુરુદેવે તૈયાર કરીને બધું આપ્યું છે. ક્યાંય ગોતવાનું કે મેળવવાનું બાકી રહેતું નથી. પોતાને એક પુરુષાર્થ જ કરવાનો બાકી રહે છે. જગતના બીજા જીવોને સત્ શોધવાની મુશ્કેલી પડે છે કે શું સત્ છે? શું આત્મા છે? આત્માનું સુખ કયાં છે? એમ સત્ શોધવું મુશ્કેલ પડે છે. પણ ગુરુદેવે ગોતીને, તૈયાર કરીને, સ્પષ્ટ કરી કરીને આપ્યું છે.
બહાર ક્રિયામાં દષ્ટિ હતી તે છોડાવીને અંદરમાં વિભાવભાવ તારો સ્વભાવ નથી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને ઊંચામાં ઊંચો શુભભાવ હોય તે પણ તારો સ્વભાવ નથી, તું ભેદમાં રોકાય તે પણ તારું મૂળ શાશ્વત સ્વરૂપ નહિ એમ ગુરુદેવે અંદરમાં દષ્ટિ એકદમ ઊંડી જાય એટલું ચોખ્ખું કરીને, કયાંય ગોતવું ન પડે કે શોધવું પડે નહિ એ રીતે બતાવ્યું છે. જગતના દરેક જીવોને સત્ સાંભળવા મળતું નથી તેથી કોઈ કયાંય ફસાઈ જાય છે, કોઈ ક્યાંય ફસાઈ જાય છે. તારે તો ગોતવા જવું પડે એમ નથી. એક પુરુષાર્થ જ કરવાનો બાકી રહે છે. ગુરુદેવે બધું તૈયાર કરીને આપ્યું છે. ૪૧૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com