________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૨૯
પુરુષાર્થ કરે તેને ભાવભાસન થાય છે. ચકલાને પૂર્વના સંસ્કાર છે, પૂર્વે દેવ-ગુરુ આગળ સાંભળેલું હોય છે તેમાંથી તેને સંસ્કાર જાગી ઊઠે છે અને ચૈતન્ય ગ્રહણ કરી લે છે, ભાવભાસન થાય છે. ૪૧૦.
પ્રશ્નઃ- કોઈને શાસ્ત્ર-અભ્યાસ કરવાની શક્તિ વધારે હોય, કોઈને ઓછી હોય પણ રુચિનો ભાવ વધારે હોય તો પકડી શકે?
સમાધાનઃ- કોઈને અભ્યાસ કરવાની શક્તિ ઓછી હોય, એટલે કે કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય, તો પણ જો તેને રુચિ વધારે હોય તો તેને ભાવભાસન થઈ જાય કે આ હું ચૈતન્ય છું. શાસ્ત્રનો અભ્યાસ વધારે કરવો પડે એમ નહિ; કેટલાકને શાસ્ત્રને અભ્યાસ ઝાઝો કરવો ન પડે, અને એક્દમ પુરુષાર્થ ઊપડે. ૪૧૧.
પ્રશ્ન:- પુરુષાર્થ કરવાનાં પાંચ કારણો છે તેમાં મુખ્ય કારણમાં શું લેવું ?
સમાધાનઃ- કાળલબ્ધિ આદિ હોય પણ તેમાં પુરુષાર્થ મુખ્ય છે. દરેકમાં પુરુષાર્થ તો ભેગો જ હોય. પોતાનો પુરુષાર્થ કારણ બને છે તે સાથે ક્ષયોપશમ-એવી જાતનો ઉઘાડ હોય છે, કાળ પાકેલો હોય છે. પોતાનો પુરુષાર્થ મુખ્ય કારણ બને છે ને બાકીનાં કારણો દરેકમાં સાથે હોય છે. પુરુષાર્થની કચાશે બધી કચાશ છે.
તું તૈયાર થા, તારો પુરુષાર્થ તૈયા૨ થાય તો બધાં કારણો આવીને મળે છે, કોઈ કારણો બાકી રહેતાં નથી. તારા પુરુષાર્થની કચાશે કચાશ છે. પુરુષાર્થ કરનારને મારો કાળ પાકયો નથી, મને કાંઈ સાંભળવા મળ્યું નથી-દેશનાલબ્ધિ મળી નથી, એવું હોતું નથી. તારો પુરુષાર્થ જાગ્યો હશે તો બધાં કારણો તને અંદર આવીને મળશે. જો તારો પુરુષાર્થ મંદ હશે, જો તારા પુરુષાર્થમાં કચાશ હશે તો બધી કચાશ છે. જેને અંતરમાંથી કરવું છે તેને મને દેશના મળી નથી એમ ન હોય, હું કર્યા વગર રહેવાનો જ નથી એમ જેને હોય તેને દેશના મળી જ હોય.
જેનો પુરુષાર્થ ઊપડે તેને દેશના, કાળ વગેરે બધું પાકેલું જ હોય છે. એવો પુરુષાર્થની સાથે દરેક કારણોને સંબંધ છે. ૪૧૨.
પ્રશ્ન:- અંદરમાં એમ છે કે બસ ગમે તેમ કરીને-મરીને પણ-આ જ કરી લેવું, બીજું કાંઈ કરવું નથી.
સમાધાનઃ- ભાવના આવે છે પણ તે કાર્યમાં મુકાય નહિ ત્યાં સુધી કાંઈ ન Please inform us of any errors on Rajesh@Atma Dharma.com