________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮]
[સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- ડું જ્ઞાયક છું તે બધા વિકલ્પ ચાલે તે અંતરની શાંતિ ન કહેવાય ? સમાધાન - તે અંતરની શાંતિ ન કહેવાય. હું જ્ઞાનમય છું, દર્શનમય છું એવા શુભભાવને લઈને વિકલ્પની મંદતા થાય, આકુળતા ઓછી થાય એટલે તેને શાંતિ લાગે; પણ તે કાંઈ અંતર સ્વભાવની શાંતિ નથી. તે તો વિકલ્પ મંદ થયા, કષાય મંદ થયો, શુભભાવનો આશ્રય લીધો એટલે શાંતિ લાગે છે. અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં આવે તેથી દેવ-શાસ્ત્ર-ગુરુના વિકલ્પમાં તેને શાંતિ લાગે છે. તેનાથી આગળ જાય અને વળી શ્રુતનું ચિંતવન કરે કે હું જ્ઞાન છું, દર્શન છું તો એવા વિચારો કરે ત્યાં પણ તેને શાંતિ લાગે; પણ તે શાંતિ તેના સ્વભાવની નથી.
સ્વભાવની શાંતિ તો યથાર્થ ભેદજ્ઞાન કરે તેને થાય. આનંદ તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય ત્યારે સાચો આવે. હું જ્ઞાન છું, દર્શન છું તે તો વિકલ્પમિશ્રિત જ્ઞાન છે, તે કાંઈ નિર્વિકલ્પ દશા નથી. ૪૦૮. પ્રશ્ન- ચકલાને સમ્યગ્દર્શન થાય તો શું એને આવી બધી ખબર પડતી હશે કે આ | વિકલ્પ છે ને આ સાચી શાંતિ છે? સમાધાન- ચકલાને ખબર પડી જાય છે. નવ તત્ત્વનાં, જ્ઞાન-દર્શન-ચારિત્રનાં નામ નથી આવડતાં, પણ જે વિચારો આવે છે તે પણ બધી આકુળતા છે, હું તો જુદો છું એવા પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી લ્ય છે. તેને નામની જરૂર નથી પડતી, ભાવ ગ્રહણ કરી લ્ય છે. વિકલ્પમાં ક્યાંય સુખ નથી એવી જાતનો ભાવ તેને પ્રગટ થઈ જાય છે. વિભાવ છે તેની આકુળતા ભાસે છે અને અંદરમાંથી ભાવ-ભાસન થઈ જાય છે કે હું કોણ છું? આ વિભાવ શું? સ્વભાવ શું? તેમાંથી તેને સ્વભાવ ગ્રહણ થઈ જાય છે. ચૈતન્ય તે હું, આ રાગાદિ તે હું નહિ, એવું ભાવભાસન થઈ જાય છે અને ચૈતન્યને ગ્રહણ કરી લે છે. બધા સૂક્ષ્મ-સૂક્ષ્મ વિકલ્પો તે પણ આકુળતાવાળા છે. એક વિકલ્પ વગરનો મારો આત્મા છે તેમાં જ મને શાંતિ અને આનંદ છે, એવી પ્રતીતિ અને ભાવભાસન તેને થઈ જાય છે. ૪૦૯. પ્રશ્ન:- મનુષ્ય કરતાં ચકલાની શક્તિ વધારે હોય છે કે તેને સમ્યગ્દર્શન થઈ જાય છે ? સમાધાનઃ- શક્તિ વધારે નથી પણ પૂર્વભવમાં સાંભળેલું હોય છે, એવા સંસ્કાર નાંખેલા છે. તેથી આત્મા જાગી ઊઠે છે. મનુષ્યમાં શક્તિ વધારે છે, પણ જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com