________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૨૭
દ્રવ્યના આધારે એ સ્વભાવ છે. આ રીતે ત્યાં દષ્ટિ જાય તો તે ગ્રહણ થાય છે. ૪૦૪.
પ્રશ્ન:- ‘હું જ્ઞાયક છું’ એ ટકતું નથી, તો તેના માટે શું કરવું ?
સમાધાનઃ- જ્ઞાયક પોતે પુરુષાર્થથી ટકે છે. જેમ છાશમાં માખણ ભેળસેળ હોય છે તેને મંથન કરતાં કરતાં છૂટું પડે છે, એમ અનાદિથી ભ્રાન્તિ એવી થઈ રહી છે કે જાણે હું વિભાવ સાથે ભેગો થઈ ગયો, પણ અનાદિથી તત્ત્વ તો છૂટું જ છે. છૂટું છે તે ભ્રાન્તિને લઈને ભેગું ભાસે છે. પોતે વારંવાર સ્વભાવ ગ્રહણ કરી, હું જુદો છું એવી દષ્ટિ કરે, પ્રતીતિ કરે તો પછી એ બાજુની લીનતાની પરિણતિ પ્રગટ થાય, એવો પુરુષાર્થ કરવો જોઈએ. તે ન થાય ત્યાં સુધી-માખણની જેમ છૂટું ન પડે ત્યાં સુધી-વારંવાર તેનો અભ્યાસ અને મંથન કર્યા જ કરે. ૪૦૫.
પ્રશ્ન:- પૂજ્ય ગુરુદેવ કહેતા કે સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. તો જેને સમ્યગ્દર્શન થયું તે જ સાચો જૈન કહેવાય ? તે ન થાય ત્યાં સુધી શું કરવું?
સમાધાનઃ- સમ્યગ્દર્શન થાય પછી જ સાચો જૈન કહેવાય. સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી ભાવના કરે, વિચારો કરે કે હું જ્ઞાયક છું, આ રાગ મારું સ્વરૂપ નથી, શરી૨ હું નથી, વિભાવ મારો સ્વભાવ નથી એમ એનાથી ભેદજ્ઞાન કરે. જ્ઞાનદર્શન-ચારિત્રના વિકલ્પ વચમાં આવે પણ એ બધો રાગ છે. એ રાગથી પણ જુદો હું ચૈતન્ય અખંડ દ્રવ્ય છું એમ પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ જુદું વિચારે. એ જ્ઞાયકની અંદર અનંતા ગુણ છે, તેની પર્યાયો પરિણમે છે. તેના વિચારો કરી જ્ઞાયકનો નિર્ણય કરે. જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી તેનો વિચાર-વાંચન-લગની-મહિમા કર્યા કરે, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા કરે. ૪૦૬.
પ્રશ્ન:- બીજા વિકલ્પ કંઈ ન કરે, અને હું ચૈતન્ય છું એમ કરે તો ?
સમાધાનઃ- બીજા કોઈ વિકલ્પ કરવા ન ઈચ્છે તો પણ તે આવ્યા વગર રહેતા જ નથી. હું ચૈતન્ય છું તે પણ શુભભાવનો એક વિકલ્પ છે. વિકલ્પ ન આવે એમ નહિ, વિકલ્પ પહેલાં છૂટતા નથી. પહેલાં વિકલ્પથી હું જુદો છું એવી શ્રદ્ધા-પ્રતીતિ થાય અર્થાત્ પહેલાં ભેદજ્ઞાન થાય પછી વિકલ્પ છૂટે છે. પ્રથમ વિભાવની કર્તાબુદ્ધિ છોડવાની છે કે કોઈ વિભાવનો હું કર્તા નથી, હું ચૈતન્ય જ્ઞાયક છું. ૪૦૭.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com