________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૩૧
પ્રશ્નઃ- અલગ અલગ આત્મા છે કે સૃષ્ટિમાં એક જ આત્મા છે અને તેના બધા અંશ છે?
સમાધાનઃ- બધા અલગ અલગ આત્મા છે, એક આત્માના અંશ નથી. જગતની અંદર દરેક દ્રવ્યો જુદાં છે, સ્વતંત્ર છે. જો બધા એક આત્માના અંશ હોય તો એકને દુઃખનાં પરિણામ આવે છે અને બીજાને બીજાં પરિણામ આવે છે. અર્થાત્ દરેકનાં પરિણામ એકસરખાં હોતાં નથી. એમ કેમ બને? એક અંશ હોય તો એકને દુઃખ થાય તો બીજાને પણ દુ:ખ થવું જોઈએ. પરંતુ કોઈ મોક્ષે જાય, કોઈ સ્વાનુભૂતિ કરે, કોઈ અંતર આત્માને ઓળખે ને કોઈ આત્માને ઓળખતા નથી. કોઈને જન્મ-મરણ ઊભાં રહે છે અને કોઈની મુક્તિ થાય છે. આવા ભેદો પડે છે માટે દરેક આત્મા સ્વતંત્ર છે. કોઈના અંશો કોઈમાં નથી, દરેક સ્વતંત્ર આત્મા છે. જે વીતરાગ થાય છે તે સ્વતંત્રપણે રાગ-દ્વેષ છોડીને થાય છે. પછી તેને વિભાવ હોતો જ નથી. દરેક આત્મા સ્વતંત્ર છે. પોતે રાગ-દ્વેષ કરે તેમાં પણ સ્વતંત્ર અને વીતરાગતા કરે તેમાં પણ સ્વતંત્ર છે. દરેક પર્યાય પોતાના પુરુષાર્થથી કરે છે માટે દરેક આત્મા સ્વતંત્ર છે. જો બધા એક આત્માના અંશ હોય તો કોઈ મોક્ષે જાય, કોઈ સંસારમાં રહે એમ બને નહિ. માટે દરેક આત્મા સ્વતંત્ર છે. ૪૧૬.
પ્રશ્ન:- હું જ્ઞાયક જ છું એમ પરથી જુદા પડવાનું છે?
સમાધાનઃ- તેના વિચારની વિધિમાં ગમે તે આવે, પણ તેણે ગ્રહણ એક જ્ઞાયકને જ કરવાનો છે. વિચાર-વિધિમાં ક્રમ પડે કે જ્ઞેય તે હું નથી, આ રાગ તે હું નથી, આ જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ તે હું નથી. જ્ઞાન છે તે જ્ઞાનરૂપે જ પરિણમે છે, પરરૂપે નથી પરિણમતું. તથા ગુણ-ગુણીના ભેદ પણ પડે. આમ વિચારની વિધિમાં ક્રમ પડે, પણ ગ્રહણ તો એક શાયકને કરવાનો છે. કોઈને દ્રવ્ય-ગુણપર્યાયના વિચાર આવે, કોઈને ઉત્પાદ-વ્યય-ધ્રુવના વિચાર આવે, ને કોઈને જ્ઞાતા-જ્ઞાન-શૈય એમ ભેદ પાડીને વિચાર આવે, ગમે તે રીતે ગમે તે શબ્દમાં વિચાર આવે, પણ ગ્રહણ એકને કરવાનો છે. જ્ઞાયકને જ્ઞેયથી જુદો પાડવો, વિભાવથી જુદો પાડવો ને ગુણ-ભેદથી-પર્યાયભેદથી પણ જુદો પાડવો કેમ કે વાસ્તવિક દ્રવ્યમાં ગુણભેદ કે પર્યાયભેદ નથી, મૂળ વસ્તુમાં ભેદ નથી. ગ્રહણ એકને કરવાનો છે. વિચારવિધિમાં એવી રીતે આગળ-આગળ ક્રમ પડે છે કે પહેલાં સ્થૂલ થતો થતો સૂક્ષ્મ-સૂક્ષ્મ થતો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com