________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨]
[ સ્વાનુભૂતિદર્શન જાય. પ્રથમ જ્ઞયથી જુદો પડ્યો તે સ્થૂલ જુદો પડ્યો. પછી રાગથી જુદો પડ્યો તે જરા તેનાથી આગળ ચાલ્યો. ત્યાર પછી ગુણભેદ-પર્યાયભેદથી જુદો પડ્યો તે ઉપયોગ સૂક્ષ્મ થયો અને તેનાથી સૂક્ષ્મ એક દ્રવ્યને ગ્રહણ કરવું તે છે. ૪૧૭. પ્રશ્ન:- સ્વાનુભૂતિ કરવી એ આપને સહજ લાગે છે, પણ અમને ઘણી મૂંઝવણ થયા કરે છે. તેથી વારંવાર આ ને આ પ્રશ્ન આવે છે કે પ્રયત્ન કેમ કરવો? સમાઘાન - એમ નિરાશ થવાનું કોઈ કારણ નથી. ભાવના હોય એટલે એમ વિચારો આવ્યા કરે. ભાવના હોય એટલે પ્રશ્નો પણ આવ્યા કરે. જેને પોતાને અંતરમાં જિજ્ઞાસા હોય તેને પ્રયત્ન કેમ કરવો એવા પ્રશ્નો આવ્યા કરે. ૪૧૮. પ્રશ્ન- ભાવના તો પ્રબળ છે, પરંતુ સાથે એકત્વ પણ છે? સમાધાન - ભાવના સાથે રાગ જોડાયેલો છે, પણ ભાવનાની પાછળ અંદરની પરિણતિ પોતા તરફ જોરદાર હોય કે મારે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એવી પરિણતિ-એવી યોગ્યતા-અંદરમાંથી પ્રગટ થાય છે. જેને પોતાની રુચિ અંદરથી જાગે છે કે મારે આ કાંઈ જોઈતું નથી તેની રુચિ કયાંય ટકતી નથી, પણ એક આત્મા તરફ જ જાય છે. વર્તમાનમાં રાગ છે, પણ રાગની સાથે ભાવનાની પરિણતિ એવી જોરદાર હોય કે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એવી અંદરમાંથી આત્માની કોઈ અપૂર્વતા લાગે કે જેના વગર કય ય તેને શાંતિ થતી નથી. જેને અંતરમાંથી એવી ભાવના લાગેલી હોય તેને પ્રાપ્ત થયા વગર રહે જ નહિ. તે પ્રાપ્ત થાય જ. ૪૧૯. પ્રશ્ન- ખાસ પાત્રતા માટે શું કરવું જોઈએ ? સમાધાન - અંતરમાં એવી પાત્રતા હોવી જોઈએ કે આત્મા પ્રાપ્ત કર્યું જ છૂટકો થાય એવી ચિની પરિણતિ પહેલાં પોતા તરફ જાય ને તે પરિણતિ જ પોતાને જોરથી આત્મા તરફ ખેંચી લાવે. રાગ વગરની વસ્તુ મારે જોઈએ છે એવી ભાવના જેને છે તે પોતે અંતરમાંથી પોતાની પરિણતિને પ્રગટ કર્યા વગર રહે નહિ. નહીંતર આવ્યું છે ને? કે “જગતને શૂન્ય થવું પડ” પણ દ્રવ્યનો નાશ તો થતો જ નથી; તેથી પોતાની જોરદાર પરિણતિ જ પોતાને પ્રગટ કર્યા વગર રહેતી નથી. તેવો કુદરતનો સ્વભાવ છે. પરિણતિ પોતાને પોતા તરફ લાવે જ છે. “જગતને શૂન્ય થવું પડે એટલે કે સ્વભાવ પોતે પોતાનું કાર્ય કર્યા વગર રહે નહિ. પોતે પોતાની પરિણતિ પ્રગટ ન કરે તો વસ્તુ જ ન રહે. ૪૨૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com