________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪]
[સ્વાનુભૂતિદર્શન નથી, બીજાનું છે ત્યાં તેને વસ્ત્રનો ત્યાગ થઈ જાય છે, મમત્વ છૂટી જાય છે. આ તો અંદરથી વિરક્તિ આવે ને આત્માની મહિમા હોય તો પરની મમતા છૂટે. જ્ઞાન કરે છે ને પરની મમતા છૂટતી નથી તો જ્ઞાન જ સાચું નથી. મહિમાવંત પદાર્થ તો આત્મા જ છે, બીજું કંઈ મહિમાવંત નથી. બહારનું તો બધું તુચ્છ છે. ૩૯૭. પ્રશ્ન- પૂજ્ય ગુરુદેવશ્રીની ટેપમાં એવું આવ્યું હતું કે આત્મા સુખદેવ સંન્યાસી છેતો બેનશ્રી ! સુખદેવ સંન્યાસીનો શો અર્થ છે તે કૃપા કરીને સમજાવશો. સમાધાન- પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે આત્મા સુખદેવ સંન્યાસી છે અર્થાત સુખથી ભરપૂર ભરેલો આત્મા છે. તે સુખનો દેવ છે-સુખની દિવ્યતાથી ભરેલો દેવ છે. અને સંન્યાસી છે-વિભાવથી જુદો સંન્યાસી છે. વિભાવ તેનામાં નથી ને સુખથી ભરેલો દિવ્ય દેવ છે. ૩૯૮. પ્રશ્ન:- સંન્યાસી એટલે શું ? સમાધાન- સંન્યાસી એટલે ત્યાગી. આત્મા વિભાવનો ને પરદ્રવ્યનો ત્યાગી છે. વિભાવનો ત્યાગી ને સુખનો ભરેલો સુખદેવ સંન્યાસી આત્મા છે. બહારથી બધા સંન્યાસ લે છે, ત્યાગવ્રત લઈ લે છે, હઠથી કષ્ટ કરતાં હોય છે, દુઃખ વેઠતાં હોય છે, પણ એવો સંન્યાસી આત્મા નથી, આ તો સુખદેવ સંન્યાસી છે.
લોકો ત્યાગ-વ્રત ધારણ કરી લે, પછી તેને પરાણે પાળતાં હોય છે ને ખૂબ કષ્ટ વેઠતા હોય, પણ એવો સંન્યાસી આ નથી. આ તો સુખથી ભરપૂર છે. આત્માનો સંન્યાસ કેવો છે? સુખથી ભરેલો સંન્યાસ છે. જેમાં દુઃખનો અભાવ છે ને સુખનો પાર નથી તેવો એ સંન્યાસ છે. પોતાના અંતરમાં આનંદનો ભંડાર છે ને તે વિભાવનો ત્યાગી છે. ચૈતન્યદેવ એવો સુખદેવ સંન્યાસી છે.
અનાદિથી પરદ્રવ્યનો આત્મામાં પ્રવેશ થયો નથી ને વિભાવનો અંશ પણ તેનો નથી. તે બધાથી તેને સંન્યાસ છે. જ્યારે સાધના પ્રગટ થાય છે ત્યારે સહજ સુખથી ભરેલો આત્મા પ્રગટ થાય છે. જેના આશ્રયે સહજ સાધના પ્રગટ થાય છે, એવો તે સુખરૂપ છે. જે છે તે બધું આત્મા છે. સંન્યાસી આત્મા, ત્યાગી આત્મા, સુખથી ભરેલો આત્મા, આનંદભંડાર આત્મા, જ્ઞાનથી ભરેલો જ્ઞાની આત્મા, આવો આત્મા દુઃખમય નથી, સુખથી ભરેલો સુખમય સંન્યાસી છે. ૩૯૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com