________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ર૨૫ પ્રશ્ન- કોઈ અપૂર્વ દિવ્ય મંત્ર બતા દો. સમાઘાન - ગુરુદેવને મંત્ર બતાયા હૈ. જ્ઞાયકદેવકો પિછાનો. જ્ઞાયકદેવ સુખસે ભરેલા હૈ ઈસકો પિછાનો, જ્ઞાયક દ્રવ્યની પ્રતીતિ, ઈસકા જ્ઞાન, ઈસમેં લીનતા કરે તો બેડો પાર હો જાય. ઐસા મહિમાવંત જ્ઞાયકદેવ હૈ. ૪OO. પ્રશ્ન- અનાદિકાળનાં આ ભવબંધનો તૂટીને મુક્તિ કેમ મળે તેનો માર્ગ બતાવવા કૃપા કરશો. સમાઘાન- મને કર્મનું બંધન છે એમ વિચાર કરવાથી કંઈ બંધન તૂટતું નથી. શાસ્ત્રમાં આવે છે ને? કે બેડીથી બંધાયો છે તે પોતે તોડે તો બંધન તૂટે છે. માત્ર તેના વિચાર કર્યા કરે તો બંધન તૂટતું નથી, તેને તોડવાનું કાર્ય કરે-પુરુષાર્થ કરે તો તૂટે છે. તેમ એકત્વબુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે તો તૂટે છે. અનાદિથી આ એકત્વબુદ્ધિ છે તે કેમ તૂટે, તેમ વિચારશૃંખલાથી તે તૂટતી નથી. પહેલાં વિચારો આવે છે, ન થાય ત્યાં સુધી વિચારો આવે છે, પણ તોડવાનું કાર્ય તો પોતાને કરવાનું છે.
આત્મતત્ત્વના વિચારો કરે, મહિમા કરે, તેની જિજ્ઞાસા કરે, રુચિ કરે ને વાંચન-વિચાર આદિ બધું કરે; પણ તેનું ધ્યેય તો કાર્ય કરવા ઉપર જ હોવું જોઈએ. પોતે કારણ આપે તો કાર્ય પ્રગટ થાય છે. ૪૦૧. પ્રશ્ન- માર્ગ મળતો નથી તેથી મૂંઝવણ થાય છે, તે મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવા કૃપા કરો. સમાધાન - રસ્તો તો પોતાને કાઢવાનો છે, પુરુષાર્થ પોતે કરવાનો છે, પોતે જ માર્ગે ચાલવાનું છે, બધું પોતે જ કરવાનું છે. આચાર્યદવ કહે છે કે એક જ મહિના અભ્યાસ કરપછી આત્મા સ્વયં પ્રગટ થાય છે કે નહિ તે જો. પણ તે અભ્યાસ કઈ જાતનો?–તેની જાત જુદી છે.
જેને આત્મા પ્રગટ થાય તેને તો અંતર્મુહૂર્તમાં થાય છે પણ ન થાય તો આચાર્યદવે ઉત્કૃષ્ટ છ મહિનાનો કાળ બતાવ્યો છે, પરંતુ અભ્યાસ કરે તો થાય ને? અભ્યાસ ઉગ્ર રૂપે, સમજીને, અંતરની ભાવનાથી ને ખટકથી કરે તો કાર્ય થાય. તે રીતે તારા હૃદય-સરોવરમાં દેખ, અંદર તેજપુંજ આત્મા બિરાજે છે અને તે પ્રગટ થાય છે કે નથી થતો તે તું જ. પ્રયત્ન કરે તો તે પ્રગટ થયા વગર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com