________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૯૬ ]
[ સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- આ જુદી જ જાતનું કહે છે. ને હું તો આ વિભાવ સાથે એકત્વ થઈ રહ્યો છું–એમ અંદરથી સ્વરૂપ તરફ જવાનો કોઈ જુદો જ ઘા લાગે અને તે સોંસરવટ લાગી જાય. અત્યાર સુધી આ પરિભ્રમણ કર્યું અને આમાં જ ઊભો છું- એમ ઘા વાગે ને પોતા તરફ જવા માટે પુરુષાર્થ અંદરથી ઊપડી જાય. ગુરુદેવની વાણીનું પ્રબળ નિમિત્ત હતું. વાણી સાંભળતાં અપૂર્વતા લાગે તો ભેદજ્ઞાન થઈ જાય એવો ઘા વાગે, અંદરથી પોતે જુદો પડી જાય. જેનું ઉપાદાન તૈયાર થાય તેને ભેદજ્ઞાન થયા વિના રહે નહિ, તેવું તેમનું નિમિત્ત હતું. ૩૫૧. પ્રશ્ન:- કષાયની મંદતા થાય ત્યાં શાંતિ વેદાઈ જાય છે. તથા પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ-શાંતિ દેખાય છે. આત્મામાં સુખ છે તે લાગતું નથી. તો આગળ કેવી રીતે જવાય?
સમાધાનઃ- સુખ બહારમાં કયાંય નથી, પણ એક આત્મામાં છે. એટલી પોતાને અંદરમાં દઢતા અને પ્રતીતિ આવે તો પરિણિત પોતા તરફ વળે. જ્ઞાયકની મહિમા આવે અને આત્મામાં જ સુખ છે, બીજે કયાંય સુખ નથી, એટલું અંદરથી પ્રતીતિનું બળ આવે તો જ પુરુષાર્થ પોતા તરફ વળે છે. અનાદિનો તેને અભ્યાસ છે, તેથી બહા૨માં શાંતિ લાગે છે અને કયાંક કયાંક રોકાઈ જાય છે. કાંઈ ન હોય-વિકલ્પ પણ ન હોય-ને એકલું ચૈતન્યનું અસ્તિત્વ હોય, તે મારે જોઈએ છે, તેમાં જ બધું ભરેલું છે.-તેવી પ્રતીતિનું બળ અંતરમાંથી આવે તો તે આગળ જાય છે. ૩૫૨.
પ્રશ્ન:- બાહ્ય પ્રવૃત્તિમાં અશુભમાંથી શુભમાં જાય ત્યાં એવો રોકાઈ જાય છે કે આત્માને ગ્રહણ કરવાનું બાજુમાં રહી જાય છે. તે કદાચ પુરુષાર્થ કરે તો બે-ચાર દિવસ ચાલે, પછી છૂટી જાય છે. તો શું કરવું ?
સમાધાનઃ- અનાદિનો વિભાવનો પ્રવાહ ચાલે છે. એટલે પોતાની તરફ પરિણતિનો પલટો કરવો તે બહુ મુશ્કેલ પડે છે. ને મંદ કષાયમાં એમ ને એમ ચાલ્યો જાય છે. પરિણતિનો પલટો કરવા માટે તીખો પુરુષાર્થ કરે તો થાય. બાકી જેને થાય તેને અંતર્મુહૂર્તમાં થાય, પણ મોટે ભાગે પ્રયત્ન કરી કરીને થાય. વારંવાર પુરુષાર્થ કર્યા કરે, તેને છોડે નહિ, થાક લાગે નહિ, તો તેમાં કોઈ વા૨ તીખો પુરુષાર્થ થવાનો પ્રસંગ બનતાં પ્રાપ્તિ થાય. ૩૫૩.
પ્રશ્ન:- બેનશ્રી ! અમે નિર્વિકલ્પ થઈને ધ્યાન ધરીએ તો કોનું ધ્યાન કરવાનું ? સમાધાનઃ-નિર્વિકલ્પ સ્વરૂપ જ આત્મા છે. તેની પ્રતીતિ પહેલાં કરવી અને Please inform us of any errors on Rajesh@Atma Dharma.com