________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૯૫ સમાધાનઃ- કોઈના આધારે હું નથી. હું પરથી ટકું છું કે પરથી મારું જીવન છે એમ નથી; પરંતુ સ્વયં મારા અસ્તિત્વથી હું ટકેલો છું, હું સ્વયં જ્ઞાયક એક પદાર્થ છું. કોઈ અન્ય પદાર્થથી ( સાધનોથી) ટકું એવું મારું તત્ત્વ નથી. મારે કોઈ ૫૨૫દાર્થના આશ્રયની જરૂર નથી. આવું સ્વરૂપ હોવા છતાં પોતે એકત્વબુદ્ધિ કરીને અટકી ગયો છે.
સ્વતઃસિદ્ધ સ્વભાવ તેને કહેવાય કે જેને પરના આશ્રયની જરૂર પડે નહિ. જે સ્વત:સિદ્ધ સ્વભાવ હોય તે સ્વયં પરિણમે અને તે સ્વભાવ અમર્યાદિત હોય છે. તેથી જ્ઞાન-આનંદ આદિ અનંતા ગુણોનો જે સ્વભાવ છે તેને મર્યાદા નથી, અનંત જ છે. આવા સ્વભાવની મહિમા આવે તો તે પોતા તરફ જાય છે.
બહારથી ને વિભાવની પરિણતિથી-વિકલ્પની ઘટમાળથી-તેને થાક લાગે તો પોતાના ચૈતન્યનો આશ્રય ગ્રહણ કરે. જો તે બહારથી થાકતો નથી તો પોતાનો આશ્રય લેવો કઠણ પડે છે. તેને થાક લાગે કે આ વિભાવ પરિણતિ તો કૃત્રિમ છે, સહજ નથી, તેમ જ કષ્ટરૂપ છે, દુઃખરૂપ છે તો પોતાના સહજ સ્વભાવનો આશ્રય ગ્રહણ કરવાની અંદરથી જિજ્ઞાસા-ભાવના થયા વગર રહેતી નથી. ૩૪૯.
પ્રશ્ન:- પૂજય ગુરુદેવે એવું વસ્તુનું સ્વરૂપ કહ્યું છે કે વિભાવમાં ઊભા રહેવાનું મન ન થાય અને આ બાજુ ભગવાન આત્મા બિરાજે છે તેનું આકર્ષણ-ખેંચાણ રહ્યા જ કરે. એમાં આપને શું કહેવું છે?
સમાધાનઃ- આલોચનાના પાઠમાં આવે છે કે મારા ગુરુએ મારા હૃદયમાં ઉપદેશની એવી જમાવટ કરી છે કે તેની આગળ આ પૃથ્વીનું રાજ્ય તો શું, ત્રણ લોકનું રાજ્ય પણ મને ઈષ્ટ નથી. તેમ આપણા ગુરુદેવે ઉપદેશની એવી જમાવટ કરી છે કે બીજે કયાંય રુચિ લાગે નહિ. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ વર્ષો સુધી કરી તેને જો પોતે ગ્રહણ કરી હોય તો કોઈ જગ્યાએ ચિત્ત ચોંટે નહિ. ગુરુદેવનો વર્ષો સુધી ઉપદેશ મહાભાગ્ય હોય તો મળે. આવા કાળમાં, આવા ગુરુ મળવા અને વર્ષો સુધી ઉપદેશ મળવો તે મહાભાગ્યની વાત છે. કોઈ ઊંડેથી સમજે કે ન સમજે, પણ વાણીમાં દરેકને અપૂર્વતા લાગતી કે બધાથી કાંઈક જુદું કહી રહ્યા છે. ૩૫૦. પ્રશ્નઃ- વચનામૃતમાં આવે છે કે સ્વભાવની વાત સાંભળતાં હૃદયમાં સોંસરવટ થા લાગે, તો એમાં શું કહેવું છે ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com