________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૯૦ ]
[ સ્વાનુભૂતિદર્શન પાલવતી નથી. આત્માનો સહજ સ્વભાવ એવો છે કે સમય માત્રમાં બધું જાણે અને વીતરાગરૂપે પરિણમે. જ્ઞાનજ્યોતિ પ્રગટ એક અંશ છે ને તેને પૂર્ણતાનું ધ્યેય છે. જ્ઞાનજ્યોતિ પ્રગટી તે હવે કેવળજ્ઞાનને કેમ પહોંચું, મારે ત્યાં પહોંચવું છે એ રીતે એની તરફ દોડે છે. કેવળજ્ઞાન એક સમયમાં બધું જાણે છે તો મારે પણ એક સમયમાં બધું જાણવું છે, કેવળજ્ઞાન પ્રગટ કરવું તે એક જ મારું સાધ્ય છે-એમ કરીને સ્વરૂપમાં જમાવટ કરતી કરતી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાનને પહોંચી જાય છે. ૫૦૧.
પ્રશ્ન:- પોતાનું અસ્તિત્વ ગ્રહ્મ ન થાય ત્યાં સુધી પરિણતિમાં ધ્યાન કેવી રીતે કરવું ?
સમાધાનઃ- પહેલાં મને મારો સ્વભાવ કેમ ગ્રહણ થાય એવી ભાવના-એવા વિચારો કરે. ધ્યાન થાય તે માટે બેસવું જ જોઈએ એવું નથી, પરિણતિ પોતે જ ધ્યાનદશાને લાવે છે. બહારથી બેસવા ઉપ૨ ધ્યાનનો કોઈ આધાર નથી. જો વિભાવ પરિણતિની અસંગતા અંતરમાંથી થાય તો આગળ જાય છે. વિકલ્પની અસંગતા અને અંતરથી ભેદજ્ઞાનની ઉગ્રતા થતાં તેને અપ્રશસ્ત પરિચય કોઈ રુચે નહીં, એકાંતવાસ રુચે ને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય હોય. એવાં બધાં સાધનો હોય છે, પણ પરિણતિ સાથે એવી જાતનાં સાધનોનો પ્રતિબંધ હોતો નથી. પુરુષાર્થની મંદતાવાળો બહારનાં અશુભ નિમિત્તોથી છૂટવા માગે તેને બહારનાં શુભ સાધનોનો વિકલ્પ શુભભાવમાં આવે, પણ અંદર નિર્વિકલ્પ દશા થવામાં બહારનાં અમુક સાધનો હોવાં જ જોઈએ એવું નથી. અશુભથી છૂટવા શુભભાવ વચ્ચે આવે છે. શુદ્ધતાની ભૂમિકામાં પણ શુભભાવ આવે છે. ૫૦૨.
પ્રશ્ન:- જ્યારે બેસીને થોડો વખત વિચાર કરું છું ત્યારે ઉપયોગ આત્માના વિચારોમાં રહે છે; પણ હું તો ભણું છું. તો કેવી રીતે આત્માના વિચાર કરવા ? સમાધાનઃ- ભણવા ટાઈમે ભણવાના વિચારો આવે; પણ અંદરમાં એને રુચિ આત્માની હોવી જોઈએ. ખરું તો આત્માનું જ કરવાનું છે. ભણવું પડે એટલે ઉપયોગ ફર્યા કરે, પણ રુચિ તો આત્માની જ કરવાની છે. આત્મા તો બધાથી છૂટો છે. ધાર્મિક વિચારો આવે ત્યારે ઉપયોગ તે બાજુ હોય, પાછો ઉપયોગ પલટી જાય અને ખાવાના-પીવાના-ભણવાના વિચારો આવે; પણ આ તો બધું બહારનું છે, તે આત્માને લાભરૂપ નથી એમ રુચિ આત્માની રાખવી. ખરું તો આત્માનું જ કરવાનું છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com