________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૮૯
કોઈવાર ભાવભાસનરૂપે પુરુષાર્થ ચાલ્યા કરતો હોય છે. ૪૯૮.
પ્રશ્ન:- સાચો નિર્ણય થયા પછી, નિર્વિકલ્પ રુચિ પ્રગટ થવા પહેલાં શું આવું બધું વચ્ચે આવે છે?
સમાધાનઃ- એ રીતે અભ્યાસ કરતાં કરતાં આગળ જાય છે, બધાને એકદમ થતું નથી, જોકે કોઈને અંતર્મુહૂર્તમાં થાય, એ જુદી વાત છે; બાકી તો અભ્યાસ કરતાં કરતાં આગળ જાય છે. જ્ઞાયકનું જોર વધતાં વધતાં વિકલ્પની આકુળતા ઓછી થાય ને જ્ઞાતામાં એકાગ્રતા વધતાં વધતાં વિકલ્પ તૂટી એને નિર્વિકલ્પ દશા, સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધદશાના સુખનો અંશ અનુભવમાં આવે છે. પોતે રાગથી છૂટો પડે તો જ અંદ૨માં આવે છે. ૪૯૯.
પ્રશ્ન:- જ્ઞાનીને ગમે તેવા પ્રસંગમાં પ્રતીતિ છૂટતી નથી ?
સમાધાનઃ- દ્રવ્યનું આલંબન ગ્રહણ કરીને પ્રતીતિ થઈ છે, માટે તે છૂટતી નથી. પ્રતીતિ એકકોર પડી છે એમ નહીં, કાર્યરૂપ છે-જ્ઞાયકની ધારા વર્ત્યા જ કરે છે. બહાર ગયેલી વિભાવની પરિણતિને ત્યાંથી પાછી વાળી લીનતારૂપે કાર્ય લાવે છે. આત્માની પ્રતીતિ ત્યારે જ કહેવાય કે જ્યારે આત્માની અંતરથી સમ્યગ્દર્શનરૂપે પ્રતીતિ આવે ને કાર્ય કરે. જે કાર્ય નથી કરતી તે પ્રતીતિ વિકલ્પરૂપે છે, યથાર્થ પ્રતીતિ નથી. સહજરૂપે કાર્ય લાવે તો જ યથાર્થ પ્રતીતિ છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને તે પરિણિત તેમાં લીનતાનું પણ કાર્ય લાવે છે.
સમ્યગ્દર્શન થાય એટલે અવશ્ય તેને ચારિત્ર, વીતરાગદશા બધું આવવાનું જ છે. સમ્યગ્દર્શને કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે, કેવળજ્ઞાન સાથે રમત ચાલુ કરી છે, તેમ શાસ્ત્રોમાં આવે છે. કેવળજ્ઞાન સુધી પહોંચવા માટે થઈને લીલામાત્રમાં પોતાની પરિણતિને પોતા તરફ લાવે છે. ચારિત્રદશા ભલે કોઈને ક્રમે ક્રમે વધે ને કોઈને જલદી વધે; પણ કેવળજ્ઞાનની પરિણતિ પ્રગટ ન થાય ત્યાં સુધી તેની પુરુષાર્થની ધારા ચાલુ છે. પોતાના સ્વરૂપની દશા પ્રાપ્ત કરવા માટે પરિણતિ ચાલુ જ રહે છે. ૫૦૦.
પ્રશ્ન:- શું સમ્યજ્ઞાનજ્યોતિ પ્રગટ થયા પછી કેવળજ્ઞાનને પહોંચવા માટે દોટ મૂકે
છે?
સમાધાનઃ- હા, કેવળજ્ઞાન પામવા દોટ મૂકે છે. કેવળજ્ઞાન એક સમયમાં બધે પહોંચી વળે છે, અને આ જ્ઞાનદશા અંતર્મુહૂર્ત પહોંચે છે, એવી દશા તેને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com