________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૨૫ સમાધાનઃ-મોક્ષ શું? એકાંત દુઃખ કયા કારણે? મોક્ષની આવશ્યકતા કેવી રીતે? પુણ્ય-પાપ બંને દુઃખનું કારણ કેવી રીતે?-એમ જાતજાતના વિચારો કરી નક્કી કર્યું હતું. સાકર અને કાળીજીરી એ દષ્ટાંતના વિચાર આવતા અને તે આપણી બુદ્ધિથી કઈ રીતે બેસે એવા બધા પ્રકારના વિચારો ચાલતા. તે વખતે જે જે વિચારો આવે તે બધા લખવાની ટેવ હતી એટલે પોતાને માટે લખી લેતી. જેથી પોતાને પાછું વિચારવામાં કામ આવે. ધૂન એવી લાગી રહેતી કે દરેક કાર્યમાં આત્મા જુદો છે, આત્મા જુદો છે, એવી જાતનું રહેતું. પછી એમ થાય કે આત્મા જુદો છે એવું નક્કી તો કર્યું પણ જુદો રહેતો તો નથી-એમ કરી કરીને એવા બધા વિચારો કરતી. કામકાજ કરું ત્યારે પણ આત્મા જુદો છે, જુદો છે એવી જાતની ધૂન રહેતી. અંતરમાં સ્વાનુભૂતિનો માર્ગ જુદો છે અને અંતરથી સ્વાનુભૂતિ થાય છે એમ ગુરુદેવે જે બતાવ્યું છે તેના ઉપર વિચાર ચાલતા હતા. ૧૮૬. પ્રશ્ન- અમારે કેવી રીતે કરવું ? સમાધાન- ભેદજ્ઞાન પ્રયાસ કરવાથી થાય છે, પ્રયાસ વગર થતું નથી. કેવળ મંથન કરતાં કરતાં ભેદજ્ઞાન થઈ જાય એમ બને નહિ; પણ પરિણતિને જુદી પાડતાં પાડતાં થઈ જાય છે. પરંતુ તે જાતનું ધ્યેય હોવું જોઈએ. પરિણતિ જુદી પાડવાનું-સ્વભાવ જુદો પાડવાનું ધ્યેય હોવું જોઈએ. અને તે પ્રયાસ કરતાં કરતાં થાય જ. ન કેમ થાય? પોતે જ છે, બીજો કોઈ નથી. વિશ્વાસ અને પ્રતીતિને છોડવા નહિ; શ્રદ્ધા તો બરાબર કરવી. પ્રયાસ ઓછો-વધારે થાય પણ શ્રદ્ધા બરાબર કરવી કે આ રસ્તે અને આ રસ્તે પ્રયાસ કરવાથી થવાનું જ છે. જેમ કે અહીં ગામ છે એમ નક્કી થયા પછી ચલાય ઓછું, છતાં ચાલે જ. તેવી રીતે નક્કી-દઢતા કરે તો કાર્ય થયા વગર રહેવાનું નથી. શ્રદ્ધામાં હારીશ નહિ, શ્રદ્ધા બરાબર કરજે. જેવી દેવ-શાસ્ત્રગુરુની શ્રદ્ધા દઢ રાખે છે તેમ આત્મામાં આ રસ્તે જ પહોંચાશે એવી શ્રદ્ધા બરાબર રાખજે.
પોતાના પુરુષાર્થની મંદતા છે, કારણ ઓછું આપે છે, ત્યાં દષ્ટિને થંભાવતો નથી. દષ્ટિ થોડીવાર થંભી-ન થંભી ત્યાં છૂટી જાય છે-એટલે ભેદજ્ઞાન થતું નથી. રસ બહાર દોડયો જાય છે એટલે પરિણતિ પોતાને છોડીને બહાર જાય છે. દષ્ટિને એકદમ તેમ-તન્મય કરતો નથી તેથી થતું નથી, આ રીતે પોતાનું કારણ છે. ૧૮૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com