________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦]
[સ્વાનુભૂતિદર્શન નથી એમ તેનાથી જુદો પડે તો અનંતાનુબંધીનાં જે ભાવકર્મ થાય છે તે બધાં તૂટી જશે ને એ જાતનાં દ્રવ્યકર્મ પણ તૂટી જશે. પછી અલ્પ અસ્થિરતાનાં ભાવકર્મ રહેશે તે પણ ધીરે-ધીરે તૂટી જશે. માટે તું ભાવકર્મથી જુદો પડ કે હું જુદો છું એટલે કે ભાવકર્મથી તું ભેદજ્ઞાન કર, તેનાથી જુદો પડે. જેનાથી તું એકમેક થઈ ગયો છે તેનાથી છૂટો પડી જા, અને છૂટો પડીશ તો તે તૂટશે. ભાવકર્મનો વિરોધ થતાં, ભાવકર્મના નિમિત્તથી જે દ્રવ્યકર્મ બંધાતાં હતાં તે બંધાતાં જ નથી. માટે ભાવકર્મ કેમ છૂટે તેનો પુરુષાર્થ કર. જ્ઞાયકની જ્ઞાયકરૂપે પરિણતિ કર. અને ભાવકર્મ સાથે તારી એકમેક ગાંઠ બંધાઈ ગઈ છે તે ગાંઠને છૂટી પાડી દે, તો તે ઢીલા પડી જશે. તે ઢીલા પડવાથી અમુક જાતનાં ભાવકર્મ તો આવશે જ નહિ. પછી જે કોઈ થોડાં રહેશે તે પણ છૂટી જશે. માટે તું ચૈતન્યદેવને અંદર પ્રગટ કર. ભાવકર્મ તોડવાનો ઉપાય જ્ઞાયકદેવ છે. જ્ઞાયકદેવ જાગ્યા તો ભાવકર્મ તૂટી ગયાં. જ્ઞાયકદેવ સર્વ રીતે બળવાન છે. જ્ઞાયકદેવ જો જાગૃત થાય તો ભાવકર્મ તૂટી જાય. માટે જ્ઞાયકદેવને અંતરથી પ્રગટ કરતાં બધા મોહ-રાગ-દ્વેષ તૂટી જશે. પ૦. પ્રશ્ન- જ્ઞાયકદેવ પ્રત્યે અર્પણતા કેવી રીતે આવે ? સમાધાન- દ્રવ્યને બરાબર ઓળખે કે હું ચૈતન્ય શાશ્વત અનાદિ અનંત જ્ઞાયક છું. આમ જ્ઞાયકનું સ્વરૂપ ઓળખીને જ્ઞાયકની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે.
જિનેન્દ્રદેવ જગતમાં સર્વોત્કૃષ્ટ છે, ગુરુ આત્માની સાધના કરી રહ્યા છે તથા વાણી વરસાવે છે અને શાસ્ત્ર માર્ગ બતાવે છે. આવું જાણીને તેની જેમ મહિમા આવે છે તેમ આત્માની મહિમા આવે તો તેમાં પણ અર્પણ થઈ જવાય છે.
જ્ઞાયક કેવો છે! તે અનંતગુણથી ભરપૂર કોઈ અનુપમ આશ્ચર્યકારી તત્ત્વ છે. તે અનાદિ-અનંત છે. ગમે તેટલા ભવો કર્યા તો પણ જ્ઞાયક આત્માની અંદર એક અંશ પણ વિભાવ પેઠો નથી કે મલિનતા થઈ નથી. આવો શાશ્વત જ્ઞાયક આત્મા કોઈ અદ્દભુત આશ્ચર્યકારી છે. તેનો કોઈ નાશ કરી શકતું નથી કે તેને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. સ્વાનુભૂતિમાં પકડાય તેવો આત્મા જ્ઞાનથી-તેના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. આ રીતે આત્મા જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે એમ તેની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. તેને તેમ જ થાય કે મારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com