________________
[૧૯૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] ઉતાવળ કરીશ નહિ. થોડું ધ્યાન કરીને મને પ્રકાશ દેખાણો તેવા કોઈ માર્ગે તું જઈશ નહિ.
જગતમાં ઘણી-ઘણી ભ્રમણાઓ છે. કોઈના દેવાથી સમ્યગ્દર્શન મળે નહિ. સમ્યગ્દર્શન અનંતકાળે થવું દુર્લભ છે, તે કોઈ આપી શકે તેમ બને નહિ. પોતાને અંદરથી લગની લાગે, તે પોતે જ અંદરથી છૂટો પડે અને ભેદજ્ઞાનની ઉગ્રતા થાય તો જ સમ્યગ્દર્શન થાય. તે ન થાય તો તેની અપૂર્વતા અને મહિમા કરજે. મહિમા કરીશ તો નજીક આવી જઈશ, ઉતાવળ કરવાથી તે બીજે કયાંક માની બેસવાથી ઊલટું નુકશાન થશે.
ગુરુદેવ પાસેથી બધાએ સાંભળ્યું છે. ગુરુદેવે કોઈ અપૂર્વ કહ્યું છે. સમકિત દુર્લભ છે, પણ પુરુષાર્થ કરે તો સુલભ છે. અને ક્ષણમાં થાય તેવું છે. પુરુષાર્થ કરે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છ મહિનામાં તે પ્રાપ્ત થાય છે. તે ન થાય તો ઉતાવળ ન કરવી, બીજા માર્ગે જવું નહિ, શ્રદ્ધા બરાબર કરવી. ૩૫૭. પ્રશ્ન:- “આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે –આમાં શું કહેવાનું છે ? સમાધાનઃ- જે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ નહિ કરતાં એક જ્ઞાનમાત્ર જ્ઞાયક છે. તેને ગ્રહણ કરવો. સૂર્યના પ્રકાશના કિરણો જે હીનાધિકતાવાળાં છે તે કાંઈ મૂળ સૂર્ય નથી. તેમ કર્મના નિમિત્તે પાંચ ભેદ-મતિ, ચુત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન દેખાય છે પણ તે મૂળ તળ નથી, મૂળ તળ તો જ્ઞાયક છે. તે શાયકને ગ્રહણ કરવો-જ્ઞાનપદને ગ્રહણ કરવું. “આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે” મતિ-શ્રુત આદિ ભેદો છે, પણ તેનું મૂળ શું છે? પ્રકાશનાં કિરણો બધા દેખાય પણ આખો સૂર્ય કયાં છે? તે સૂર્યને ગ્રહણ કરવા જેવો છે. જે કિરણો દેખાય છે તેની પાછળ આખું અસ્તિત્વ શું છે? તેમ આ પાંચ ભેદની પાછળ જે આખી જ્ઞાયકતા ભરેલી છે-ચૈતન્યતા ભરેલી છે-તેને ગ્રહણ કરવાની છે. ૩૫૮. પ્રશ્ન- આપ વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાનું કહો છો તો તે અભ્યાસ કઈ રીતે કરવો ? સમાધાનઃ- પોતાને બહારમાં શરીર પ્રત્યે, વિભાવ પ્રત્યે એકત્વબુદ્ધિ છે, ત્યાંથી, એત્વબુદ્ધિને તોડીને વારંવાર હું ચૈતન્ય છું, જ્ઞાયક છું તેમ થવું જોઈએ. તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com