________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦]
[સ્વાનુભૂતિદર્શન નથી, આ વિકલ્પાત્મક પરિણતિમાં સુખ નથી, નિર્વિકલ્પસ્વરૂપ છે. આત્મા તેમાં જ સુખ છે, એવી રુચિ રાખે, છતાં કાર્યમાં એકત્વબુદ્ધિ થાય છે. વિચારમાં હોય, નિર્ણયમાં હોય, પણ તેની પરિણતી છૂટી પડી નથી. જે કાંઈ સમજતા નથી તે એકત્વબુદ્ધિએ સર્વસ્વ માને છે, તેની માન્યતા જ જુદી છે. તેની વિચારપૂર્વક પણ માન્યતા બરાબર નથી. મુમુક્ષુએ વિચારથી નિર્ણય કર્યો છે તો આગળ જવાનો અવકાશ છે. લગની લગાડ તો આગળ જવાનો અવકાશ છે. પ૬૧. પ્રશ્ન- કેવું દુઃખ લાગે તો આત્મા પ્રાપ્ત થાય ? સમાધાનઃ- દુઃખ એટલે બહુ આકુળતા કરે એમ નહીં. અંદરથી પોતાની પરિણતિ એવી થઈ જાય કે ક્યાંય ટકે નહિ. અંતરમાં કાંઈક બીજું જોઈએ છે, શાંતિ ક્યાંય લાગે નહિ એમ પોતાને લાગવું જોઈએ. કૃત્રિમપણે દુ:ખ છે.દુઃખ છે...એમ કર્યા કરે તે દુ:ખ લાગ્યું કહેવાય નહિ. જે આત્માને ઓળખે તેને અનુકૂળતામાં પણ દુઃખ લાગે. અનુકૂળતા પણ કાંઈ આત્માને સુખ દેનારી નથી તે પણ આકુળતારૂપ છે, પોતાનો સ્વભાવ નથી. અનુકૂળતા છે તે વિભાવની ઉપાધિ છે. દેવલોકનાં સુખ તે પણ ઉપાધિ છે, તે આત્માને સુખરૂપ નથી. સમ્યગ્દષ્ટિ દેવલોકમાં હોય, પણ તેને અંતર આત્મામાં સુખ લાગે છે, બહાર કયાંય સુખ લાગતું નથી. અનુકૂળતાના ઢગલા હોય તો પણ સમ્યગ્દષ્ટિને કયાંય સુખ લાગતું નથી. અનુકૂળતામાં ખેંચાઈ જતા નથી અને પ્રતિકૂળતામાં આકુળતા કરતા નથી, તેમાં શાંતિ રાખે છે, અજ્ઞાનદશામાં અનુકૂળતા વખતે ભ્રાન્તિને લઈને આમાં સુખ છે એમ માન્યું છે તેથી ખેંચાઈ જાય છે. કોઈને વળી વૈરાગ્ય આવે તો એમ લાગે કે અનુકૂળતા કાંઈ આત્માનું સ્વરૂપ નથી, પણ અંતરથી જે લાગવું જોઈએ તે જુદી વાત છે. અનુકૂળતામાં પણ આકુળતા અને ઉપાધિ છે. બહારથી જેટલું આવે તે આત્માને સુખરૂપ નથી. સ્વયં આત્માના સ્વભાવમાંથી-અંતરમાંથી જે સુખ આવે તે સાચું સુખ છે. પ૬ર. પ્રશ્ન- ક્ષયોપશમ જ્ઞાન વધે તો લાભ થાય ? સમાધાન- ક્ષયોપશમ જ્ઞાનનું પ્રયોજન નથી, એક આત્માનું પ્રયોજન છે. વિશેષ ક્ષયોપશમ હોય તો વધારે લાભ થાય અર્થાત્ મુક્તિનો માર્ગ પ્રગટ થાય કે મોક્ષ થાય તેમ નથી. ક્ષયોપશમને ઇચ્છવા કરતાં મને આત્મા કેમ પ્રગટ થાય? ભેદજ્ઞાન કેમ થાય? એવી ભાવના હોવી જોઈએ. થોડો ક્ષયોપશમ હોય તો પણ ભેદજ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com