________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮]
[સ્વાનુભૂતિદર્શન કાર્યોમાં કાર્યક્રમ કહેવાય છે કે આ ટાઈમે શાસ્ત્રસ્વાધ્યાય હોય છે, આ ટાઈમ દર્શન-પૂજા હોય છે, આ ટાઈમે આ હોય છે. તે બધું તો બહારનું છે, અંતરનો કાર્યક્રમ બધો જુદો જ હોય છે અને તે સદાને માટે ચાલતો જ હોય છે. જાગતાં, સૂતા, સ્વપ્નમાં, ખાતાં, પીતાં, બોલતાં, ચાલતાં-સદા તે કાર્યક્રમ ચાલુ જ છે, તેને કંઈ આંતરું પડતું નથી. અંતરનું અંતરમાં છે. જ્ઞાન, ધ્યાન, સાધના-એ બહાર કહેવાની વસ્તુ નથી. બહારમાં બધાને કહેવું કે આમ થાય છે ને તેમ થાય છે તે સાધકોની રીત જ નથી.
સમયસારમાં આચાર્યદેવ કહે છે કે અચળ, વ્યક્ત એવી જ્ઞાનજ્યોતિ ચિશક્તિના ભારથી અત્યંત ગંભીરપણે પ્રગટ થઈ છે. જ્ઞાનજ્યોતિનો સ્વભાવ જ ગંભીર હોય છે. તે બહાર કહેવાની વાત હોતી નથી. શુદ્ધાત્માની નિર્મળ પરિણતિનું કાર્ય તે બહાર કહેવાની વાત નથી, તે અંતરમાં પોતાના માટે છે. અંતરમાં જે જાજ્વલ્યમાન જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે, તે ઉગ્રપણે પ્રગટ થઈ છે અને તે ચિત્ શિક્તના ભારથી પ્રગટ થઈ છે. ચિત્ શક્તિનો ભાર કહીને ચૈતન્ય કાંઈ ખાલી નથી એમ આચાર્યદેવનો કહેવાનો આશય છે.
ચૈતન્યરાજાની દષ્ટિ પોતાના ઉપર ચાલી ગઈ, એટલે બિચારા વિભાવ નોધારા થઈને ચાલ્યા જાય છે. પ્રચંડ ચૈતન્યદેવ ઉગ્રપણે પ્રગટ થયો ત્યાં પરની
સ્વામિત્વબુદ્ધિ જ ઊડી જાય છે. પછી અલ્પ અસ્થિરતા રહે છે, પણ તે ગૌણ છે. અનંતગુણની શુદ્ધિ પ્રગટ કરતી ચૈતન્યજ્યોતિ પ્રગટ થઈ તે ચારેબાજુથી વિભાવને તોડી નાંખે છે. કયાંય ઊભો રહેતો નથી.
ચૈતન્ય, જે સદાને માટે અનાદિ-અનંત-શાશ્વત દ્રવ્ય છે તે પોતે જ આદરણીય છે. તે સ્વઘરમાં જ રહેવા જેવું છે. પુદ્ગલ તો પરઘર છે, ચૈતન્ય ઘર જ સ્વઘર છે. તે સ્વઘર સદાને માટે આદરણીય છે, વિશ્રામસ્થાન છે, આનંદધામ છે, તેમાં રહેવા માટે કાર્યક્રમ શું? તેમાં રહેવાની મર્યાદા શું? સદાને માટે તારે ત્યાં જ રહેવા જેવું છે. સદા-શાશ્વત તેમાં ટકી શકતો નથી તે પોતાની અલ્પ અસ્થિરતા છે. બાકી સદાને માટે શાશ્વત તેમાં જ રહેવા જેવું છે. કોઈ કાળનાક્ષણના આંતરા વગર તેમાં રહેવા જેવું છે. ચૈતન્યઘરમાં અમુક કાળ રહેવું અને અમુક કાળ ન રહેવું એવી સાધકોની રીત હોતી જ નથી. આ અંતરની વાત છે. ધ્યેય જેણે લક્ષમાં લીધું તેની સાધકદશા નિરંતર ચાલતી જ હોય છે અને તે અંતરમાં સ્થિર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com