________________
[ ર૬૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] થવા માટે પ્રયત્ન પણ કરે છે, તેથી તેને આવી જાતના (બહારના) કાર્યક્રમો હોય છે તેમ કહેવાય છે.
કાર્યક્રમો તો બહારના સંયોગો પ્રમાણે ઓછો કે વધુ થયા કરે; પણ અંતરમાં તો એકધારા ચાલે જ છે. હું આમ કરું છું, તેમ કરું છું એમ કોઈને કહેવાનું થોડું હોય છે? તમે પૂછયું તેથી વ્યવહારથી આમ હોય છે, તેમ કહ્યું; બીજું શું કહેવાય? અંતરમાં તો સાધનાનો કાર્યક્રમ ચાલુ જ હોય છે.
પહેલાં જિનમંદિરમાં ઘણીવાર બેસતાં હતાં. ત્યાં જિનેન્દ્ર ભગવાનની સમક્ષ સ્વાધ્યાય કરતાં હતાં ને ધ્યાન કરતાં હતાં તથા ગુરુદેવશ્રીનાં પ્રવચનો સાંભળતાં. એમ બહારના કાર્યક્રમ થતા હતા તે બહારના સંયોગો ઉપર આધાર રાખે છે; પણ અંદરના કાર્યક્રમમાં ફેરફાર થતો નથી.
અંતરનું કરવું તે પોતાના હાથની વાત છે. પરિણતિને કયાં લઈ જવી? કેમ પરિણમાવવી? કેટલી નિર્મળતા કરવી ? તે પોતાના હાથની વાત છે. તેમાં બહારના સંયોગ સાથે સંબંધ નથી.
સાધકોને જિનમંદિરના દર્શનની, પૂજાની, યાત્રાની, સ્વાધ્યાયની, એકાંતવાસની, એકાંતમાં ધ્યાન કરવાની એવી બધી ભાવના હોય છે. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય વગેરે અંતરમાં થતું હોય છે. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી શુદ્ધ પર્યાયની સાથે શુભભાવ રહે છે.
સહજદશાની અંદર બધું સહજ હોય છે. અંતરનો કાર્યક્રમ સદાને માટે સહજ હોય છે. જ્યાં સુધી મુનિદશા, કેવળજ્ઞાન નથી ત્યાં સુધી અધૂરાશ છે. વિશેષ શું કહેવું? આગળ જવાની ભાવના નિરંતર રહે છે. દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય સદાને માટે હો ને આત્માની વીતરાગતા પ્રગટ થાય એવી ભાવના સાધકદશામાં હોય છે. અત્યારે દેવ-ગુરુનું સાન્નિધ્ય નથી તેથી કહ્યું કે દેવ-શાસ્ત્રગુરુનું સાન્નિધ્ય સદાને માટે રહો. આત્માની સાધનાની સાથે દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય સદાને માટે રહો.
જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાયકની શાંતિધારા અને જ્ઞાયકની જ્ઞાનધારા સદાને માટે રહે એવો કાર્યક્રમ હોય છે. સ્વાનુભૂતિની ધારા (દષ્ટિની ધારા) અને જ્ઞાનની ધારા જે છે તે તો બધું ચાલ્યા કરે છે, તેમાં કંઈ ખંડ પડતો નથી. બારના કોઈ સંયોગો તેને અટકાવી શકતા નથી. ગુદેવે તો બધાને કયાંના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com