________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
TIL.
૩પર]
[સ્વાનુભૂતિદર્શન સ્વ-પર ભેદજ્ઞાનનું સ્વરૂપ વગેરે બધા જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. સંક્ષેપથી કે વિસ્તારથી બધું જ્ઞાન તેમાં આવી જાય છે. ૬૪૪. પ્રશ્ન- સમવસરણમાં જે અસંખ્યાત પ્રાણીઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ભગવાનનો કહેવાનો મૂળભૂત હેતુ સમજી જતા હશે ને ? સમાઘાન- તેઓ ભગવાનનો આશય સમજી જાય છે. ભગવાનના સમવસરણમાં કેટલાક જીવો એકદમ સમજી જાય છે ને કોઈને સમજતાં વાર પણ લાગે છે. સમવસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ છૂટતી હોય તે વખતે કેટલાક ક્ષણમાં સમ્યગ્દર્શન અને મુનિપણું આદિ બધું એકદમ પામે, જ્યારે કેટલાકને વાર પણ લાગે. ભગવાનની વાણીનું નિમિત્ત એવું પ્રબળ છે કે તે ઉપાદાન તૈયાર થવાનું એકદમ કારણ થાય છે. પણ પોતે તૈયાર થાય ત્યારે તે થાય. (પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યારે ભગવાનની વાણી નિમિત્ત થાય.) ૬૪૫. પ્રશ્ન- કોઈ યોગ્યતાવાળો જીવ હોય તે આશય ગ્રહણ કરી શકતો હોય પણ દ્રવ્યગુણ-પર્યાયનું સ્વરૂપ ન જાણે, તો તે જ્ઞાયકને લક્ષમાં લઈને-અંતર્મુખ થઈનેપોતાનું કાર્ય કરી શકે ? સમાધાનઃ- તિર્યંચ હોય છે તેને પોતાનો દ્રવ્યસ્વભાવ ગ્રહણ થઈ જાય છે, અસ્તિત્વ ગ્રહણ થઈ જાય છે. મારું અસ્તિત્વ અનંત શક્તિથી ભરેલું છે તેમ તેને અંદરથી આવી જાય છે. તેને ગુણ કે પર્યાય શબ્દ આવડતો નથી, પણ હું એક ચૈતન્યદ્રવ્ય છું, મારું અસ્તિત્વ બધાથી જુદું છે; વિભાવ મારો સ્વભાવ નથી, વિકલ્પ થાય તે હું નથી-મારું સ્વરૂપ નથી એમ આશય સમજી જાય છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે કે જાણનારો તે હું. હું જાણનારો કેવો છું? હું ખાલી જાણનારો છું એમ નહિ, પણ અનંતતાથી ભરેલો એવો જ્ઞાયક છું એમ આશય ગ્રહણ થઈ જાય છે. અનંતતા ને અચિંત્યતાથી ભરેલો એવો હું જ્ઞાયક છું. એમ સ્વીકારતાં તેમાં અનંતગુણ સમાઈ જાય છે. તિર્યંચને પરિણતિ વગેરે શબ્દ નથી આવડતા, પણ જ્ઞાયકની ગંભીરતા ગ્રહણ કરે છે તેના ઊંડાણમાં બધો સમાવેશ થઈ જાય છે. અસ્તિત્વ, ગુણ, પર્યાય આદિ નામ નથી આવડતાં, પણ અંદર પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે, સ્વભાવની ઓળખાણ કરે છે તેમાં બધું આવી જાય છે. આ શરીર તે હું નથી તેમ જ અંદર ખાવા-પીવાના વિકલ્પ આવે તે પણ મારું સ્વરૂપ નથી, તેનાથી હું જુદો છું એમ પોતાનું અસ્તિત્વ જાણે છે, આમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com