SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૪૩ જેને પરમાર્થની પ્રાપ્તિ નથી થઈ તે આત્માર્થીને પણ પરીષહ કહ્યો છે, તે અપેક્ષાએ છે. સમકિત પ્રાપ્ત નથી થતું અને આકુળતા થાય છે તે અપેક્ષાએ તે જાતનો પરીષહ કહ્યો છે. ભાવના યથાર્થ છે અને પ્રગટ થતું નથી તેમાં (દર્શનમોહ) કર્મ નિમિત્ત કારણ છે અને કર્મમાં પોતે જોડાયેલો છે. આ રીતે પોતે ગ્રહણ કરવા માંગે છે અને ગ્રહણ થતું નથી, માટે તેને દર્શન પરીષહ કહ્યો છે. કોઈ વિકલ્પો-કોઈ શંકાઓ-કોઈ તર્કો વચ્ચે વચ્ચે પોતાને રોકતા હોય તે બધા અંદરના પરીષહો છે. સ્વરૂપ નક્કી કરે ત્યાં વચ્ચે કોઈ શંકાઓ ઉત્પન્ન થાય, શંકામાં વળી શંકા પડી જાય એમ પરમાર્થને ગ્રહણ કરવામાં અંદર પોતાના પરિણામમાં અનેક જાતની મુશ્કેલીઓ ઊભી થાય તેને દર્શન પરિષહ કહ્યો છે. તો પણ ધીરજથી તે બધામાંથી પસાર થઈ પોતે નિઃશંકપણે ચૈતન્યને ગ્રહણ કરે તો સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે. મુમુક્ષુ સ્વભાવ પ્રાપ્તિની પણ બહુ આકુળતા કરવા જેવી નથી? બહેનશ્રી - બહુ આકુળતા કરવાથી તેને ધીરજ નથી રહેતી (ધીરજ ખોઈ બેસે છે.) અને તેથી ક્યાંક ને કયાંક શાંતિ મનાઈ જાય એવું તેને થઈ જાય છે. આ જ્ઞાતા જ છે એમ સહજપણે જ્ઞાયકને ગ્રહણ કરવાને બદલે ઉતાવળથી કૃત્રિમતા થતાં ધ્યાન કરવા બેસે ત્યારે વિકલ્પ મને દેખાતા જ નથી; હવે મને સમકિત થઈ ગયું એમ તેને થઈ જાય છે અર્થાત્ ખોટી રીતે મનાઈ જાય, એવું તેને થઈ જાય છે. મારા વિકલ્પ શાંત થઈ ગયા છે એવો ભ્રમ ઉતાવળને લઈને તેને થઈ જાય છે. જેને ગુરુદેવે અને શાસ્ત્રોએ જ્ઞાયક કહ્યો છે તે આ જ્ઞાયક જ હું છું, બીજું કાંઈ હું છું જ નહિ.-આમ જેને અંતરમાંથી સહજપણે ગ્રહણ થાય છે તેનું દય જ–તેનો આત્મા જ-નિઃશંકપણે ને સહજપણે અંદરથી કહેતો હોય છે કે આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે જ નહિ. તેને કોઈને પૂછવા જવું પડતું નથી, પણ તેનું હૃદય જ સહજપણે કહેતું હોય છે કે આ જ જ્ઞાયક છે, આ જ સ્વાનુભૂતિ છે અને આ જ ભગવાન અને ગુરુએ કીધેલા માર્ગ છે. આમ તેને અંતરમાંથી સહજપણે આવે છે, તેને કોઈને પૂછીને નક્કી કરવું પડે એવું હોતું નથી. અંદરથી તેની દઢતા જુદી જાતની આવે છે. મુમુક્ષુ આમા ઘણું સમજવા જેવું છે? Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy