________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૦]
[ સ્વાનુભૂતિદર્શન
છે તેનો જ આશ્રય લેવાય છે. બીજી ક્ષણે જે પલટી જાય છે, તે પલટતાનો આશ્રય લેવાતો નથી.
ધ્રુવમાં આખું સામર્થ્ય છે. ઉત્પાદ-વ્યય પલટે છે તે પણ દ્રવ્યનું સ્વરૂપ છે; પરંતુ તે પલટયા કરે છે તેથી તેનો-પલટનારનોઆશ્રય લેવાય નહિ, શાશ્વત ધ્રુવનો જ આશ્રય લેવાય. શાશ્વત ધ્રુવ છે તે અનંતગુણથી-અનંતશક્તિઓથીભરેલો છે. શાશ્વત ધ્રુવ છે તે ખાલી એકલું નથી. અનંતગુણ-શક્તિથી ભરેલો ધ્રુવ છે. અને તેને લક્ષમાં લીધો એટલે બીજું કાંઈ બાકી રહી જતું નથી. તેના આશ્રયમાં બધું આવી જાય છે. પર્યાય કાંઈ આશ્રય લેવા યોગ્ય નથી, તેનું વેદન થાય છે. દ્રવ્યના આશ્રયમાં પર્યાય આવતી જ નથી, જે શાશ્વત ધ્રુવ છે તે જ આશ્રયમાં આવે છે. અને શાશ્વત ધ્રુવ આશ્રયમાં આવ્યું તેમાં બધું આવી જાય છે. કાંઈ બાકી રહેતું નથી. શાશ્વત છે તેનો આશ્રય લેવાથી રાગ નથી થતો, ઊલટો રાગ છૂટે છે. ૪૧.
પ્રશ્ન:- રુચિ કેમ થાય?
સમાધાનઃ- રુચિ પોતાથી થાય છે, કોઈ કરી દેતું નથી. રુચિ પોતાને અંદરથી લાગવી જોઈએ. ગુરુદેવે આવી વાણી વરસાવી, હવે રુચિ કરવી તે પોતાના હાથની વાત છે. ગુરુદેવે કહ્યું, આત્મા કોઈ અપૂર્વ-અનુપમ છે. આત્મામાં બધું છે તે અમુક વિચાર કરીને નક્કી કરી રુચિ જગાડવી. રુચિ અનુયાયી વીર્ય. પોતાના આત્માના જ પ્રયોજનવાળી સાચી રુચિ હોય તો જ્ઞાન તેમાં સાચું કામ કરે છે. રુચિ એવી લાગે કે કયાંય રોકાય નહિ એવી તીક્ષ્ણ રુચિ હોવી જોઈએ.
આવે છે ને? કે “હું તો હાલું-ચાલું ને પ્રભુ સાંભરે રે” તેના જેવી આત્માની રુચિ થવી જોઈએ કે જ્યાં જોઉં ત્યાં મને આત્મા જ સાંભરે, હાલું-ચાલું તો આત્મા જ સાંભરે, મારો આત્મા કેમ પ્રગટ થાય? એમ મને બધાં કાર્યોમાં આત્મા સાંભરે, ‘હું તો ભોજન કરું આત્મા સાંભરે, ‘દાતણ કરું ને પ્રભુ લગની લાગે તો અંદરથી આત્મા પ્રગટ થવાનો અવકાશ આવે.
પ્રભુ સાભરે રે' તેમ મને દરેક સમયે સાંભરે રે' એવી આત્માની રુચિ અને
આત્માની રુચિ એવી લાગવી જોઈએ કે કયાંય રસ લાગે નહિ ને બધેથી ૨સ તૂટી જાય. ‘હું નીંદર કરું ને પ્રભુ સાંભરે રે' એમ હું નીંદર કરુ ને મને આત્મા સાંભરે તેવી રીતે દરેક કાર્યમાં મને આત્મા સાંભરે. આત્મા કેમ પ્રગટ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com