________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮]
[સ્વાનુભૂતિદર્શન પોતાના ઘરમાં જ ચોવીસે કલાક ઊભો રહે છે, ઘરની બહાર બધા માણસો આવે તેની સાથે બોલે, ચાલે-બધો વ્યવહાર કરે, પણ પોતાનું ઘર છોડીને કયાંય જતો નથી, ઘરમાં જ ઊભેલો છે. તેમ જ્ઞાનીને ચૈતન્યનો આશ્રય ચોવીસે કલાક છૂટતો નથી. ઉપયોગ બહાર જાય છે, બધો વ્યવહાર દેખાય છે, દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજાભક્તિ વગેરે બધાં કાર્યોમાં દેખાય છે, પણ આશ્રય તો ચૈતન્યનો છે. પપ૬. પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને અંદરની શુદ્ધિ વધતી જાય છે ? સમાધાનઃ- ભૂમિકા પ્રમાણે અંદરની અમુક શુદ્ધિ વધતી જાય છે. ભેદજ્ઞાન થઈ ગયું છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે, અનંતાનુબંધી કષાય તૂટી ગયો છે અને શુદ્ધિ વધતી જાય છે, તેને ચૈતન્યનો આશ્રય ચોવીસે કલાક છે. ઉપયોગ બહાર જાય તો પણ તેની દોરી પોતે સ્વરૂપમાં ખેંચતો રહે છે. ક્ષણે ક્ષણે દોરીને પોતા તરફ ખેંચ્યા કરે છે, ઉપયોગની દોરીને સ્વરૂપની મર્યાદા છોડીને વધારે બહાર જવા દેતો નથી. દોરી તેના હાથમાં છે, વારંવાર ઉપયોગ બહાર જાય, પણ દોરી સ્વરૂપ તરફ ખેંચાતી રહે છે.
પતંગની દોરી જેમ હાથમાં છે અને તેને વારંવાર પોતા તરફ ખેંચે તેમ ઉપયોગની દોરીને પોતા તરફ ખેંચતો રહે છે. સ્વરૂપનો આશ્રય છે, દ્રવ્ય ઉપર દષ્ટિ અને જ્ઞાન છે તથા ચારિત્રની લીનતામાં વારંવાર ઉપયોગની દોરીને પોતા તરફ ખેંચે છે, ક્ષણે ક્ષણે ખેંચતો હોય છે. સ્વરૂપને છોડીને ઉપયોગને વિશેષ બહાર જવા દેતો નથી. ક્ષણે ક્ષણે તેની પરિણતિનું કાર્ય ચાલ્યા જ કરે છે, તે કાર્ય છૂટતું નથી. સ્વાનુભૂતિની નિર્વિકલ્પદશા તો જુદી જ છે. પણ બહાર ઊભો ઊભો પોતાની દોરીને સ્વરૂપ તરફ ખેંચતો જ હોય છે. ઉપયોગ બહાર બધાં કાર્યોમાં દેખાય અર્થાત્ દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ-પૂજા, શાસ્ત્ર-સ્વાધ્યાય, શ્રવણ વગેરેમાં જોડાય, પણ દોરી પોતાના હાથમાં જ છે. દોરીને વધારે બહાર કયાંય શુભ કે અશુભ કાર્યમાં જવા દેતો નથી. પ૫૭. પ્રશ્ન- જ્ઞાનીને રાગ શું કાળો નાગ જેવો લાગે છે? સમાધાન- હા, કાળા નાગ જેવો લાગે. પોતાના સ્વરૂપને છોડીને બહાર જવું તે કાળા નાગ જેવું લાગે છે. ખરેખર આ વિભાવ અમારો દેશ નથી, અમે અહીંયા કયાં આવી ચડ્યા? અમારો ચૈતન્ય દેશ જુદો જ છે. રાગ તો કાળા નાગ-સર્પ જેવો લાગે છે. ૫૫૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com