________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦]
[સ્વાનુભૂતિદર્શન એક ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે. આચાર્યોનું-ગુરુદેવનું કહેવું છે કે તું ભેદજ્ઞાન કર. વિભાવ તારો સ્વભાવ નથી માટે જડના છે. અને જો તે એકાંતે જડના હોય અને તારામાં ન થતા હોય તો તારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી માટે તે અપેક્ષાએ તારામાં જ થયા છે. આમ, બંને અપેક્ષાનો મેળ કરીને નિમિત્તનૈમિત્તિક સંબંધ કેવી રીતે છે તે જાણવું. કોઈ અપેક્ષાએ કોઈની મુખ્યતા ને કોઈની ગૌણતા થાય છે. પ્રયોજન એ રાખવું કે ભેદજ્ઞાન કરવાનું છે. વાદવિવાદમાં અટકવું નહિ.
ભેદજ્ઞાન કરીને અંતરમાં ચૈતન્ય આત્મા અનંત ગુણથી ભરેલો છે તેને પ્રગટ કરવાનો છે. વિભાવ વિપરીત સ્વભાવ છે, દુ:ખરૂપ છે ને દુ:ખનું ફળ છે. તેને છોડીને આત્મા જુદો છે તેમ ભેદજ્ઞાન કરવું. તેને જડથી ભેદજ્ઞાન કરવાનું છે અને વિભાવથી પણ ભેદજ્ઞાન કરવાનું છે. વિભાવ તારો સ્વભાવ નથી, તે દુઃખ અને દુઃખનાં ફળ છે, માટે તેનાથી તું જુદો પડ. જ્ઞાનમાં એકલું જ્ઞાન જ દેખાય છે ને ક્રોધમાં ક્રોધ દેખાય છે, કેમકે બંને જુદાં છે, બંનેના સ્વભાવભેદ છે. ૩ર૦. પ્રશ્ન- વચનામૃતમાં આવે છે કે કાર્યની ગણતરી કરવા જેવી નથી, તેમ છતાં પરિણામોમાં કાર્યની ગણતરી થઈ જતી હોય ત્યાં મુખ્ય કારણ શું બનતું હશે ? તેનાથી બચવા માટે પ્રયોગાત્મક રીતે શું કરવું? સમાધાન:- કાર્યોની ગણતરી ન કરતાં આત્માને મુખ્ય રાખવો. બહારમાં તે જાતનો રાગ છે એટલે કાર્યની ગણતરી થાય છે. તેને માટે એક આત્મા તરફની જ લગની લગાડે તો બીજાની મહિમા તૂટી જાય. કાર્યોની શી મહિમા છે? આત્મા જ મારે સર્વસ્વ છે અને આત્મામાં જ સર્વસ્વ છે. આમ આત્માને મુખ્ય રાખે અને આત્માની મહિમા આવે તો તે બધું ગૌણ થઈ જાય છે, કોઈ જાતની ગણતરી રહેતી નથી. જેને આત્માની જ મહિમા, લગની અને તે તરફનું સર્વસ્વ રહે છે તેને મેં આટલું કર્યું તો પણ કાંઈ થતું નથી, આટલા વિચારો કર્યા, વાંચન કર્યું, સ્વાધ્યાય-ભક્તિ કરું છું તોપણ થતું નથી તેવી ગણતરી હોતી નથી. પણ તેને આત્મા મુખ્ય રહે છે કે મને આત્મા જ સર્વસ્વ છે. બહારથી જે બધું થાય તેના કરતાં અંતરમાં ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરું, જ્ઞાયકને ગ્રહણ કરું, તેમાં લીનતા કેમ થાય તેના ઉપર તેની દષ્ટિ હોય છે. ૩ર૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com