________________
[૧૭૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] સમાઘાન - જ્ઞાનીને ઉપયોગની લાચારી નથી કરવી પડતી. તેની દશા જ એવી છે કે તેને અમુક પ્રકારની શાંતિ અને હૂંફ રહે જ છે. પોતે એકત્વબુદ્ધિએ વર્તતો નથી. ન્યારો જ વર્તે છે. તેની ન્યારી પરિણતિ જ ઉપયોગને પાછો લાવે છે. ઉપયોગ બહાર લાંબો ટાઈમ ટકી શકતો નથી. તે ઉપયોગ પાછો પોતાના સ્વરૂપમાં લીન થયા વગર રહેતો જ નથી. તેની ન્યારી પરિણતિ જ ઉપયોગને પાછો લાવે છે. તેને નિર્વિકલ્પ દશાની વાટ જોઈને બેસવું પડતું નથી. તેને કોઈ શંકા પડતી નથી. પરિણતિ જ ઉપયોગને પાછો ખેંચી લાવે છે. ૩૧૭. પ્રશ્ન:- નિર્વિકલ્પ દશા વધારે થાય તો વધારે મજબૂતતા આવે તેવું ખરું ? સમાધાન- પરિણતિ જોરદાર થાય એટલે નિર્વિકલ્પ દશા આવે છે. ૩૧૮. પ્રશ્ન:- જ્ઞાની ચોવીસે કલાક આત્મામાં રહે ? સમાઘાન- જ્ઞાનીને ચોવીસે કલાક આત્મસ્વરૂપનું અવલંબન છે. ઉપયોગ બહારમાં એકમેક થતો જ નથી, ઉપયોગ બહાર જાય તો પણ ન્યારો રહે છે. તે પાછો સ્વરૂપમાં જમાવટ કર્યા વગર રહેતો જ નથી. તેની રુચિ-પરિણતિ જ તેને પાછો લાવે છે. બધું સહજપણે છે. ૩૧૯. પ્રશ્ન- પ્રયોજનની સિદ્ધિ માટે, વિભાવ મારો સ્વભાવ નથી એમ લેવું કાં તો તેને નિમિત્તમાં નાખી દેવો. આ બરાબર છે ? સમાધાનઃ- પ્રયોજનની સિદ્ધિ એનાથી છે કે તું જુદો છે અને વિભાવ થાય છે તે ભિન્ન છે, માટે તેને નિમિત્તમાં નાખી દે. જોકે વિભાવ પુરુષાર્થની મંદતાએ તારામાં થાય છે તે અપેક્ષાએ ચેતનમાં થાય છે માટે તું તેને પુરુષાર્થ કરીને ટાળ. તે જુદા છે તેમ ભેદજ્ઞાન કર્યા પછી જે અસ્થિરતા રહે છે, તેને પણ તારે તોડવાની છે. એટલે પુરુષાર્થ-ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે. પ્રયોજનને મુખ્ય રાખવું. કોઈ અપેક્ષાએ વિભાવને જડના કહેવાય છે અને ચેતનની અપેક્ષાએ ચેતનના કહેવાય છે. ચેતનની અપેક્ષાએ પોતાના પુરુષાર્થની મંદતાથી ચેતનમાં થાય છે તેમાં નિમિત્તની ગૌણતા થાય છે અને જડ તરફની-નિમિત્તની વાત આવે તો વિકાર જીવનો છે તેની ગૌણતા છે. વિભાવ ને જડને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, માટે તારે તેનાથી જુદું પડીને ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે.
ખોટા વાદ-વિવાદમાં અટકવું નહિ, પ્રયોજન સિદ્ધ કરવું. અધ્યાત્મદષ્ટિમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com