________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮]
[ સ્વાનુભૂતિદર્શન જ દેખે છે. છઠ્ઠી-સાતમા ગુણસ્થાને ઝૂલનારા અને અંતર્મુહૂર્ત અંદર સ્વરૂપમાં જનારા મુનિરાજ એકલા ચૈતન્યમય જ છે. ચૈતન્યમાં જ નિવાસ કરનારા એવા તેમને આહારનું કે બહારનું કાંઈ લક્ષ જ નથી. તેમ જ શરીર તરફનું પણ કાંઈ લક્ષ નથી. એક ચૈતન્યમય જ તેઓ બની ગયા છે. એક કેવળજ્ઞાન નથી થયું એટલું જ છે, બાકી ચૈતન્યમય જ થઈ ગયા છે. નિદ્રા પણ અલ્પ થઈ ગઈ છે. તેમનું જીવન નિરંતર ચૈતન્યમય જ થઈ ગયું છે. જેમ ભગવાન સદા જાગૃત છે. તેમ મુનિરાજને જાગૃતમય દશા થઈ ગઈ છે. જાગૃત રહેતાં રહેતાં, અર્થાત્ ચૈતન્યમય રહેતાં રહેતાં શ્રેણી માંડીને શાશ્વત એવી કેવળજ્ઞાનદશા પ્રાપ્ત કરે છે. પછી ચૈતન્યમાંથી બહાર આવતા જ નથી. મુનિદશામાં બહાર આવે અને અંદર જાય, છતાં જીવન ચૈતન્યમય જ છે, તેમનો ચૈતન્યમાં જ નિવાસ છે, તે જ રહેઠાણ છે. આસન પણ તે છે ને ભોજન પણ તે છે.-બધું એક આત્મામય જ છે. તેમને બહારના ભોજનની પણ પડી નથી, અને તેથી કેટલા નિયમ સહિત બહાર ભોજન લેવા જાય છે! કે આવી રીતે ભોજન મળે તો લેવું, નહિ તો ભોજન ન લેવું. આમ ભોજન તરફ લક્ષ નથી. તથા ઉપસર્ગ-પરીષહ આવતાં શરીરને ગમે તે થાય તો પણ તેનું ધ્યાન જ નથી. આવી મુનિરાજની અલૌકિક દશા છે. બહારની ક્રિયાનો વિકલ્પ-શુભભાવ આવે, બાકી એકલું આત્મામય જ જીવન છે. ૬૧. પ્રશ્ન- અશુદ્ધતા પોતાથી થાય છે પણ દ્રવ્ય તો શુદ્ધ છે તો શુદ્ધતામાંથી અશુદ્ધતા કેવી રીતે આવે ? સમાધાનઃ- શુદ્ધતામાંથી અશુદ્ધતા નથી આવી, પણ પર્યાયમાં અશુદ્ધતા થવાની તેની યોગ્યતા છે તેથી અશુદ્ધતા થઈ છે. તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે ને પોતાનું ઉપાદાન છે. જીવની અશુદ્ધતારૂપે પરિણમવાની યોગ્યતા છે અને તેની દષ્ટિ પર તરફ જાય છે એટલે વિભાવ થાય છે. દ્રવ્યમાં શુદ્ધતા હોવા છતાં પણ તેનામાં (પર્યાયમાં ) અશુદ્ધતા થવાની યોગ્યતા છે એટલે થાય છે. ૬૨. પ્રશ્ન:- આપને કહા કિ વિકલ્પોસે અપનેકો અલગ કરના. તો કયા મેં એસા બારબાર વિચાર કરૂં કિ રાગ મેરેમે નહીં હૈ ? સમાધાનઃ- બાર-બાર વિચાર નહિ, અંદરસે શ્રદ્ધા કરના કિ મેં રાગસે ભિન્ન છું. રાગસે એકત્વબુદ્ધિ ચલ રહી હૈ ઉનકો તોડના, તોડનેકા અભ્યાસ કરના. પીછે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com