________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ પ૭ નથી અર્થાત્ એના આશ્રયભૂત જે ચૈતન્યની ભૂમિ છે તેને ગોત્યા વગર રહેતો જ નથી. ચૈતન્યની ભૂમિમાં જાઉં તો શાંતિ મળશે એવો વિશ્વાસ છે એટલે પરાણે -પરાણે કરવું પડે તેમ નથી, પરંતુ પોતાની રુચિ જ પોતાને તે તરફ લઈ જાય છે. પ૯. પ્રશ્ન- શુભમાં પણ આકુળતા છે. છતાં જીવને શુભની અંદર શાંતિ જણાય છે. તેમાં રોકાઈ જવાય છે તો શું કરવું? સમાધાન-શુભભાવમાં અજ્ઞાનીને શાંતિ લાગે એટલે તેમાં રોકાઈ જાય છે, પણ તે વાસ્તવિક શાંતિ છે જ નહિ. અંદર સૂક્ષ્મતાથી વિચાર કરે તો એક પછી એક વિકલ્પની ઘટમાળ ચાલે છે તેમાં અશાંતિ છે, સુખ નથી. સુખ તેનું નામ કે જે સહજપણે અંતરમાંથી પ્રગટયા જ કરે. તે કાંઈ કૃત્રિમપણે લાવવું ન પડે, પણ અંદર સહજ તત્ત્વમાં છે તેમાંથી આવ્યા જ કરે. જેમ બરફમાંથી ઠંડક તેની મેળામાં આવ્યા જ કરે છે તેમ પોતામાંથી શાંતિ-આનંદ આવ્યા જ કરે છે, લાવવા પડતા નથી.
મુમુક્ષુ:- બરફને અડીએ તો ઠંડક અનુભવમાં આવી જાય છે. આમાં આનંદ ભર્યો છે તે આનંદની ચખણી અનુભવ પહેલાં કઈ રીતે આવે?
બહેનશ્રી - જ્ઞાન દ્વારા પહેલાં નક્કી કરે. પહેલાં સ્વાનુભવ હોતો નથી. પહેલાં આગમ, યુક્તિ અને પરીક્ષા કરી લક્ષણ ઓળખીને નક્કી કરે. પોતે લક્ષણ-યુક્તિથી નક્કી કરી આગળ જાય છે. પહેલાં અનુભવમાં કયાંથી આવે? (ન આવે).
મુમુક્ષુ- અનુભવ પહેલાં પણ પાકો નિર્ણય થઈ જાય કે આ જ મારું ઉપાદેય તત્ત્વ છે?
બહેનશ્રી- આ જ મારું ઉપાદેય તત્ત્વ છે. તેમાં આનંદ છે, અનંત શક્તિ ભરેલી છે અર્થાત્ તેમાં વિભૂતિ ભરેલી છે-તેમ પહેલાં પાકો નિર્ણય થઈ જાય. ભલે અનુભવ નથી તો પણ પ્રથમ નિર્ણય થાય છે. ૬૦. પ્રશ્ન- મુનિરાજની અલૌકિક દશા સંબંધી થોડું ફરમાવવા કૃપા કરશો. સમાઘાન- મુનિરાજ વારંવાર અંદર સ્વરૂપમાં આનંદ કરતા હોય છે. તેઓ જંગલમાં વસતા હોય છે છતાં જંગલ સંબંધી કાંઈ લક્ષ હોતું નથી, એક આત્માને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com