________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૮]
[સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- આપ વારંવાર કહો છો પણ પરિણતિ આ બાજુ વળતી નથી ? સમાધાન- પરિણતિ પલટો ખાય તેમાં પુરુષાર્થની તૈયારી કરવી પડે છે. પCO. પ્રશ્ન:- “તત પ્રીતિ ચિતેન....” તેનો શું અર્થ કરવો ? સમાધાન - અંતરની રુચિપૂર્વક જે (શુદ્ધાત્માની) વાર્તા સાંભળે છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની જ નથી. અને તે ભવિષ્ય નિર્વાણનું ભાજન થાય છે. અંતરની રુચિપૂર્વક જેણે વાત પણ સાંભળી છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની નથી. તેનો અર્થ પોતાના પુરુષાર્થપૂર્વક પરિણતિમાં પલટો થવાનો છે. જે જિજ્ઞાસુ હોય તેને એમ આવે કે મારી પરિણતિ કેમ પલટો ખાય? તેને પુરુષાર્થ કરવાની વર્તમાન ભાવના રહે છે. ૫૮૧. પ્રશ્ન:- જિજ્ઞાસુને ભવિષ્યમાં પુરુષાર્થ થશે એવી ઓથ શું ન રહે ? સમાધાન - ઓથ ન રહે. તેને ભાવના એમ રહે કે કેમ વર્તમાનમાં જ પલટો ખાઉં? કેમ હું પુરુષાર્થ કરું? કેવી રીતે થાય? એવી ભાવના અને લગની લગાડનારને પલટો ખાય છે. કયારે પલટો ખાય તે તેની યોગ્યતા પ્રમાણે છે, પણ ભાવના તો એવી રહે છે. કેમ હું પુરુષાર્થ કરું અને ઝટ કેવી રીતે થાય? એમ વર્તમાનમાં જ પુરુષાર્થ કરવાની ભાવના રહે છે. પ૮૨. પ્રશ્ન- જ્ઞાયકની રુચિ વધે તેમાં જ્ઞાનની સૂક્ષ્મતા આવી જાય ? સમાધાનઃ- જ્ઞાયકની રુચિ વધે તેને જ્ઞાયકને ગ્રહણ કરવાની સૂક્ષ્મતા થાય છે પણ બીજું જ્ઞાન વધારે થાય તેવો નિયમ નથી. પ૮૩. પ્રશ્ન- જ્ઞાનીને કર્મનો તીવ્ર ઉદય આવે ત્યારે શું શંકા નહિ પડતી હોય કે મારો નિર્ણય પલટી તો નહિ જાય ને? સમાધાન- તેને શંકા પડતી જ નથી, તેની સહજધારા જુદી જ રહે છે. જે ક્ષણે વિકલ્પ આવે તે ક્ષણે પણ જ્ઞાયકની ધારા રહે છે, પછી તેને યાદ કરવું પડતું નથી. પોતાનું-જ્ઞાયકનું-અસ્તિત્વ ગ્રહણ થયું તે જ્ઞાયકની જોરદાર પરિણતિ તેની સાથે રહે છે, તેથી વિકલ્પમાં તન્મય થતો જ નથી, ન્યારો રહે છે. વિકલ્પ આવે છતાં તે ન્યારો રહીને આવે છે. પોતાના સહજ અસ્તિત્વની-જ્ઞાયકની-પરિણતિપૂર્વક તે વિકલ્પ હોય છે અને તે જુદો રહે છે. તેમાં શંકા પડતી જ નથી. ૫૮૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com