________________
[ ૧૮૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
આચાર્યદેવ કહે છે કે તને અમે આગળ વધવાનું કહીએ છીએ, તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ એટલે અશુભમાં જવાનું કહેતા નથી, પણ તીસરી ભૂમિકા કહીને આગળ વધવાનું કહીએ છીએ. તીસરી ભૂમિકામાં-નિર્વિકલ્પ દશામાં-ઠરી જવાતું ન હોય અને ઉપયોગ બહાર આવે તો શુભભાવો-પંચ પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ, ગુણગ્રાહીપણું તે બધું આવે છે અને પોતાના દોષ જોવા તરફ દષ્ટિ (લક્ષ) જાય છે. તેથી પોતાના પુરુષાર્થની દોરી વધારીને આગળ જાય છે. પોતે દ્રવ્ય પૂર્ણ હોવા છતાં પર્યાયમાં અધૂરાશ છે એવો તેને ખ્યાલ રહે છે. તે કારણે પુરુષાર્થની ગતિ વિશેષ લીનતા તરફ જોડે છે અને આનંદની અનુભૂતિની દશા તથા ચારિત્રની દશાની વિશેષ વૃદ્ધિ કરે છે. ૩૩૪. પ્રશ્ન:- અજ્ઞાની કરતાં જ્ઞાની ગુરુનો વિનય વધારે કરે અને તેમના પ્રત્યે ભક્તિ ઊછળતાં કહે કે “આપ મારે માટે અનંતા તીર્થકરોથી પણ અધિક છો ” છતાં શું તેમને એકત્વબુદ્ધિ થતી નથી ? સમાધાન- જ્ઞાની એમ કહે કે, અહીં આપ જન્મ્યા ન હોત તો અમારા જેવા પામરનું શું થાત? એમ જ્ઞાની વધારે વિનય કરે. કારણ કે અંતરમાં પોતાને જે સ્વભાવ પ્રગટયો છે તે સ્વભાવની તેને એટલી બધી મહિમા છે કે તે સ્વભાવ જેણે પ્રગટ કર્યો અને સમજાવ્યો તેના ઉપર પણ તેને મહિમા આવે છે. જે શુભભાવ છે તેની સાથે અંતરમાં ભેદજ્ઞાન વર્તે છે, છતાં સાથે શુભભાવમાં તેને ઉછાળો આવે છે. મારી પરિણતિ પ્રગટ કરવામાં ગુરુદેવનો ઉપદેશ નિમિત્ત છે એમ જ્ઞાનમાં હોવાથી તેમના ઉપર ભક્તિનો ઉછાળો આવે છે અને બીજા કરતાં તેને વધારે ઉત્સાહ અને ભક્તિ આવે છે. બહારથી કોઈને એમ લાગે કે જાણે એકત્વબુદ્ધિથી બધું કરે છે. પણ શુભભાવથી તેને ભેદજ્ઞાન વર્તતું હોય છે. શુભભાવનો જે તેને ઉછાળો આવે છે તે જુદી જાતનો આવે છે. ૩૩૫. પ્રશ્ન- જ્ઞાનીને શુભભાવ આવે છે અને તે જ કાળે ભેદજ્ઞાન વર્તે છે એ કેવું? સમાધાન- જ્ઞાનીને ભેદજ્ઞાન વર્તે છે અને તે ભાવમાં ઉછાળો આવતાં એમ બોલે કે ગુરુદેવે જ બધું આપ્યું છે. અને એ ખોટું પણ બોલતો નથી, એવા ભાવ સહજ આવે છે અને તે જ કાળે તે ભાવની સાથે ભેદજ્ઞાન છે, બંને સાથે છે. તે ભાવથી અંદરથી જુદા રહેવા છતાં બીજા (અજ્ઞાની) કરતાં દેવ-ગુરુ પ્રત્યે ખૂબ ભક્તિ આવે છે. ભેદજ્ઞાન અને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિને મેળ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com