________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૮૮ ]
[ સ્વાનુભૂતિદર્શન
જેટલા સાધકનાં અને પૂર્ણતાનાં બાહ્ય સાધનો હોય તે બધાં ઉપ૨ ઉલ્લાસ આવે છે; છતાં તે જ ક્ષણે ભેદજ્ઞાન વર્તે છે. જ્ઞાયકની અને શુભભાવની બંને પરિણિત જુદું જુદું કામ કરે છે. ૩૩૬.
પ્રશ્ન:- વચનામૃતમાં ઘણી વખત “ઊંડી જિજ્ઞાસા ” ની વાત આવે છે. તો તે ઊંડી
જિજ્ઞાસા કેવા પ્રકારની હશે ? અને તે અમને કેમ પ્રગટ થતી નથી ?
સમાધાનઃ- જેને ઊંડી જિજ્ઞાસા થાય તેને કયાંય ચેન પડે નહિ, તેની પરિણતિ અંદરમાં ગયે જ છૂટકો થાય. આવી અંતરમાંથી ઉગ્ર પરિણતિ પ્રગટ થાય અને તે સળંગ ધારાવાહી રહે તો સમકિત પ્રગટ થાય. આવી ઊંડી જિજ્ઞાસા પ્રગટ થતાં કોઈને એક અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શન થાય તે વાત જુદી છે, બાકી ઘણાને અભ્યાસ કરતાં કરતાં થાય છે. ૩૩૭.
પ્રશ્નઃ- શું વેદન એવું થવું જોઈએ કે જેથી અંદર કાર્ય ન થાય ત્યાં સુધી ચેન ન પડે ?
સમાધાનઃ- હા, ચેન ન પડે. એવું વેદન અંદ૨થી આવવું જોઈએ. પોતાનો સ્વભાવ ગ્રહણ કરે પણ તે મંદ મંદ રહે અને ઉગ્ર ન થાય ત્યાં સુધી પ્રાપ્ત ન થાય. પણ તેનું વેદન તેને અંત૨માંથી એવું પ્રગટ થાય કે તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેન જ ન પડે. અંદરથી ઉગ્ર આલંબન અને ઉગ્ર પરિણતિ પોતા તરફ જાય તો પ્રગટયા વગર રહે જ નહિ. આકુળતારૂપે નહિ પણ અંદર વેદન જ એવું થાય કે પિરણિત બહાર ટકવાને બદલે એકત્વબુદ્ધિ તૂટીને અંત૨માં જ્ઞાયક પરિણતિ થાય. એવી ઉગ્રતા થવી જોઈએ. વિશેષ લીનતાની વાત પછી રહી પણ આ એક જ્ઞાયકની પરિણતિ તેને છૂટી થઈને એકદમ પરિણમનરૂપે થાય એવું ઉગ્ર વેદન તેને અંદરથી આવવું જોઈએ. ૩૩૮.
પ્રશ્ન:- ઉગ્ર વેદન માટે શું કરવું?
સમાધાનઃ- તેનો અભ્યાસ અંતરમાં કર્યા કરે. વારંવાર તેમાં ઉગ્રતા કેમ થાય તેવી ભાવના કરતાં કરતાં પુરુષાર્થ ઉગ્ર થાય તો કાર્ય આવે, પણ અભ્યાસ કરતાં થાકવું નહિ. અભ્યાસ તો કર્યા જ કરવો. તેને છોડવો નહિ. તેની સન્મુખતા તરફનો પ્રયત્ન છોડવો નહિ. ૩૩૯.
પ્રશ્ન:- અજ્ઞાનીના અને જ્ઞાનીના ઇન્દ્રિયજ્ઞાનમાં કાંઈ ફેર ખરો?
સમાધાનઃ- બહા૨નું જાણવાની અપેક્ષાએ બન્નેનું જ્ઞાન સરખું છે, પણ બંનેની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com