________________
[૧૮૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] દિશા જુદી છે. જ્ઞાનીને યથાર્થ જ્ઞાન છે. એટલે તેને ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાન થાય છે પણ કયાંય એકત્વ નથી થતું. તેથી જ્ઞાની સ્વની દિશામાં રહીને એટલે કે સ્વને સાથે રાખીને પરને જાણે છે, તે સ્વને છોડતો નથી. આમ તેની દિશા જુદી છે, સ્વ તરફની છે. જ્યારે અજ્ઞાની જાણ બહાર ચાલ્યો ગયો હોય તે રીતે પરને જાણે છે. બહારનું જાણવું કે આ કમાડ છે, આ છે, તે છે, તે જાણવાની અપેક્ષાએ બન્નેનું જ્ઞાન સરખું છે. પણ તેની (જ્ઞાનીની) દિશા જુદી છે. તે જુદી (સ્વની) દિશામાં ઊભો રહીને જાણે છે અને અજ્ઞાની જુદી દિશામાં-પરમાં એકત્વ કરીને જાણે છે. આ રીતે જોવા જોવામાં ફેર છે. જ્ઞાનીને અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ છે. એ પૂર્વક અધૂરાશ છે એટલે ઉપયોગ બહાર જાય છે. જાણવામાં એટલો એને ઇન્દ્રિયનો અને મનનો આશ્રય આવે છે અને અજ્ઞાનીને તો એકલું ઇન્દ્રિયજ્ઞાન જ છે, સ્વનું જ્ઞાન નથી. જ્ઞાનીની દિશા જ જુદી છે. પોતે સ્વ તરફ પરિણતિ રાખીને, પર તરફ ઉપયોગ જાય ત્યારે પરથી છૂટો રહીને જાણે છે. આમ જાણવાની આખી દિશા જુદી છે. એટલે એમ પણ કહેવાય કે જ્ઞાનીની બધી પરિણતિ જ્ઞાનરૂપે જ પરિણમે છે અને અજ્ઞાનીને જાણેલું બધું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે-કેમકે તે સ્વને જાણતો નથી ને પરમાં એકત્વ થઈને જાણે છે. જ્ઞાની ઇન્દ્રિયથી મને લાભ થાય, તેના આશ્રયથી હું જાણું છું તેમ માનતો નથી. તે જુદો રહીને જાણે છે, પોતે પોતાના સ્વત: પરિણમનને જુદું રાખીને જાણે છે. ૩૪). પ્રશ્ન:- જ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય છે અને અજ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન વૃદ્ધિગત થતું હોય તેવું દેખાતું નથી ? સમાધાન:- ઇન્દ્રિયજ્ઞાનનું શું પ્રયોજન છે? તે ઇન્દ્રિયજ્ઞાન વૃદ્ધિગત હોય કે ન હોય, અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય તે વૃદ્ધિ છે. સાધનાની વૃદ્ધિમાં તે જ વૃદ્ધિ છે. બહારનું ઇન્દ્રિયજ્ઞાન વૃદ્ધિગત દેખાય છે તે તો બધું બહારથી જોવાનું છે, તેની વૃદ્ધિ થાય તેનો કોઈ અર્થ નથી. અંદરની અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિ વધતી જાય, સ્વાનુભૂતિ-ભેદજ્ઞાનની ધારા અંદરમાંથી વધતી જાય તે ખરી વૃદ્ધિ છે, બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી. બહારમાં વધતું દેખાય કે ન દેખાય તે જોવાનું જ નથી; બહારથી આટલું સાંભળ્યું, આટલું વાંચ્યું, આટલું ધાર્યું એમ તેનાથી કાંઈ પરીક્ષા થતી નથી. બહારથી વૃદ્ધિ તો અજ્ઞાનીને પણ દેખાય, પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com