________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૬૩ ચાલવું હોય તો, પહેલાં ઓળખાણ કરે કે કયા માર્ગે જવું છે. માર્ગ જાણ્યા વગર કોઈ ચાલવા માંડે અને ક્રિયા કરવા માંડે; પણ કયાં જવું છે તે તો નક્કી કર? આત્મામાં જવું છે, તો આત્માને ઓળખ્યા વગર તારાં પગલાં કાં ભરીશ ? જ્ઞાન યથાર્થ કર, તો તારી જ્ઞાન-પરિણતિની જે ક્રિયા થશે તે રાગથી જુદી પડશે. માર્ગ અંતરમાં છે, બહારમાં નથી.
ભેદજ્ઞાનજ્યોતિ અંદરમાંથી રાગ અને સ્વભાવને જુદા પાડીને સ્વાનુભૂતિની દશા પ્રગટ કરે છે. સ્વરૂપલીનતા કરવી તે જ્ઞાનજ્યોતિનો સહજ સ્વભાવ છે. કૃત્રિમ વિભાવ અનાદિથી તેને સહજ જેવો થઈ પડયો છે; પણ પોતાનો સ્વભાવ પ્રગટ થવો તે સહજ છે. જ્ઞાનજ્યોતિ જ્યાં સ્વભાવના પંથે ચાલી ત્યાં સ્વભાવ સ્વભાવમાંથી ઊઘડતો જાય છે ને લીનતા વધતાં ભૂમિકા વધતી જાય છે. જ્ઞાનજ્યોતિ લીલામાત્રમાં વિભાવને ઉખેડી નાખે છે, વચ્ચે જે વિભાવ આવે તેને કાઢી નાખે છે.
નાનાં બાળકો નિશાળમાં ભણતાં હોય ને હોંશિયાર હોય તો જરાક વારમાં જવાબ લખી નાખે, તુરત જવાબ આપી દે, તેને બોજો ન લાગે. આ તો દૃષ્ટાંત છે. તેમ જ્ઞાનજ્યોતિની શક્તિ પ્રગટ થઈ તે લીલામાત્રમાં સ્વરૂપમાં લીન થાય છે. પરિણિત બહાર આવતાં અંતરમાં જવું તે પોતાના હાથની વાત છે, તે દુર્લભ નથી. ૪૮૨.
પ્રશ્ન:- અંતરમાં જવા માટે લાચારી કરવી પડતી હોય છે?
સમાધાનઃ- પરિણતિની દોરી અંદરમાં લઈ જવી તે જ્ઞાનીના હાથમાં છે. પરિણતિની દોરી સ્વરૂપ તરફ ખેંચવી તે તેના હાથની વાત છે, તેમાં કોઈની લાચારી કરવી પડતી નથી. પુરુષાર્થની મંદતાને લઈને તે બહાર આવી જાય છે; પણ બહાર આવીને પોતે અંતરમાં લીલા માત્રમાં જઈ શકે છે. પોતાની સ્વરૂપની પરિણિતને તે વધારતો જાય છે અને તેના માટે બીજા કોઈના આશ્રયની જરૂર નથી. ૪૮૩.
પ્રશ્ન:- ચૈતન્યનો લાભ અને દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ આદિનો લાભ, બધું ગુરુદેવના પ્રતાપે મળ્યું.
સમાધાનઃ- આ ચૈતન્યનો લાભ તે જ અંતરનો ખરો લાભ છે એમ ગુરુદેવ કહે છે. બહારનો દેવ-શાસ્ત્ર-ગુરુનો લાભ મળવો તે પણ મહાદુષ્કર છે. ગુરુદેવ મળ્યા, જિનેન્દ્રદેવ મળ્યા, શાસ્ત્ર મળ્યાં, એ બધો લાભ મળવો તથા તે કાર્યોમાં જોડાવું એ બધું દુર્લભ છે; પણ આ ચૈતન્યનો લાભ તો તેનાથી પણ દુર્લભ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com