________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦]
[ સ્વાનુભૂતિદર્શન વગર, ચૈતન્યની સ્વાધ્યાય વગર કયાંય ચેન ન પડે તેવું જીવન બનાવી દેવું. બસ, એ જ ભાવના ને એનો જ પુરુષાર્થ થાય તો સ્વાનુભૂતિ થાય. ચૈતન્યદેવ પ્રગટ થાય તે તો જુદી જ વાત છે, છતાં તે ન થાય તો તેની ભાવનામય જીવન બને તે પણ સારું છે. બીજે બધેથી દષ્ટિ ઉઠાવીને ચૈતન્યમય જીવન બનાવવું. બહારમાં કયાંય રોકાવા જેવું નથી. બસ, એક ચૈતન્યમાં જ આનંદ છે, તેમાં જ જ્ઞાન છે. એવા શાયકદેવનું સ્મરણ કરવું, સાથે દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવાં. ૪૭૫. પ્રશ્ન:- જ્ઞાનીને ભગવાનની ભક્તિનાં ભાવ આવે છે ત્યારે તેમની પરિણતિ શું કામ કરે છે? સમાધાન - સમ્યગ્દષ્ટિ તે વખતે પણ નિરાળો જ રહે છે. ઉત્કૃષ્ટ ભક્તિ કરતો દેખાતો હોય, છતાં તે ભક્તિના ભાવમાં એકત્વ થતો નથી. તે ક્ષણે જ નિરાળો રહે છે. આ ભક્તિના રાગના વિકલ્પ આવે તે જુદા અને હું તેનાથી જુદો છું એવી ભેદજ્ઞાનની ધારા વર્તે છે. ૪૭૬. પ્રશ્ન- તો તે ભક્તિના ભાવ નિષેધાત્મક છે? સમાધાન- હા, તે સહજ નિષેધાત્મકપણે રહે છે. વ્યવહારે આદરણીય છે, દ્રવ્યદૃષ્ટિથી (નિશ્ચયથી) નિષેધાત્મક છે. બંને ધારા સાથે ચાલે છે. જ્ઞાની દ્રવ્ય દષ્ટિથી મુખ્યતાએ તેનો નિષેધ કરે છે ને વ્યવહારથી આદર કરે છે. ભક્તિકાળે ભક્તિ પણ ઉત્કૃષ્ટ આવે છતાં નિષેધપણાને ભાવ સહજ રહે છે. ૪૭૭. પ્રશ્ન- ભક્તિના ભાવ વખતે અમારે શું કરવું તે સમજાવો. સમાધાન:- શ્રદ્ધા તો યથાર્થ જ કરવાની છે; પણ ભક્તિનો પ્રસંગ હોય ત્યારે આ ભક્તિ તે હું નથી, એવું વિચારે તો તેને ભક્તિ ઊપડવી-ભક્તિના ભાવ ઊઠવામુશ્કેલ પડે. કૃત્રિમ કરવા જાય તો થાય નહિ. ભક્તિના કાળે ભક્તિ કરતો જાય અને આ હું નથી, આ હું નથી એમ વિકલ્પ કરતો જાય તો તેને ભક્તિ ઉપાડવી મુશ્કેલ પડે, તેને ભક્તિ આવતી નથી. જ્ઞાનીને તો સહજ ધારા હોય છે. ૪૭૮. પ્રશ્ન- જ્ઞાનીને તો દરેક કાર્યમાં સહજ ધારા રહે છે; પણ અજ્ઞાનીને શું કરવું? સમાધાન:- અજ્ઞાનીએ એવી ભાવના રાખવી કે આ હું નિરાળું તત્ત્વ છું, રાગમાં જોડાવું તે મારું સ્વરૂપ નથી. ભગવાન મને તારી દેશે એમ તે કહે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com