________________
૨૦]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન પાત્રતા હોવી જોઈએ. બહારના નિપ્રયોજન પ્રસંગોમાં કે કષાયોના રસમાં વિશેષ એકત્વ-તન્મય થઈ જાય, તે બધું આત્માર્થીન-પાત્રતાવાળાને ન હોય. જેને આત્માનું પ્રયોજન છે તેને પર સાથેનું એકત્વ મંદ પડી જાય છે,-અનંતાનુબંધીનો બધો રસ મંદ પડી જાય છે.
આભાર્થીને તત્ત્વ કેમ ગ્રહણ થાય? તે જાતની જિજ્ઞાસા રહ્યા કરે છે. તેને બહારમાં ક્યાંય વિશેષ તન્મયતા થઈ જતી નથી. આત્માની મુખ્યતા છૂટીને કયાંય સંસારી કાર્યોમાં વિશેષ,-વધારે પડતો રસ આવી જતો નથી. તેને આત્માનું જ પ્રયોજન રહે છે. એવી તેની પાત્રતા હોય છે.
શ્રીમદ્જીમાં આવે છે ને? કે વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા ને જિતેન્દ્રિયપણું તે બધું તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આત્માર્થી ક્યાંય રાગમાં ખેંચાય નહિ, અને દ્વેષમાં ખેદાય નહિ, બધામાં મધ્યસ્થ રહે. તેને બધા રાગ-દ્વેષ છૂટી નથી જતા, પણ બધો રસ છૂટી જાય છે, બધું મર્યાદામાં આવી જાય છે. સમ્યગ્દર્શન થાય એટલે બધાથી જુદો પડી જાય અને તેને તો બધું મર્યાદામાં આવી જાય છે. જ્ઞાનીને અનંતાનુબંધીનો રસ છૂટી ગયો છે, બધાથી ન્યારો થઈ ગયો છે અને ભેદજ્ઞાન છે તેને લઈને વધારે પડતો જોડાતો નથી, એકત્વ થતો નથી, પણ જુદો જ રહે છે. તેને જ્ઞાયકતાની ધારા ચાલે છે. પાત્રતાવાળો પણ આત્મા પ્રગટ કરવો છે એટલે બધેથી રસ તોડે છે ને ક્યાંય વિશેષ તન્મય થતો નથી. કોઈ વિકલ્પોમાં કે કોઈ બહારનાં કાર્યોમાં કે કોઈપણ જાતના ઘર-કુટુંબ વગેરેમાં તે વિશેષ તન્મય થતો નથી. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ” માત્ર મુક્તિનીમોક્ષની અભિલાષા તેને રહે છે. દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન તેને રહે છે.
મુમુક્ષુ- જેને આત્માનું પ્રયોજન મુખ્ય છે તેને સાથે મધ્યસ્થતા, જિતેન્દ્રિયપણું આદિ બધાનો મેળ હશે?
બહેનશ્રી:- તે બધાનો મેળ હોય છે, જિતેન્દ્રિયપણું-સરળતા આદિ બધું હોય છે. જેને આત્માનું પ્રયોજન હોય તે પોતાનાં આંતરિક પરિણામ સમજી શકે છે, તેથી વધારે પડતો ક્યાંય લપાતો નથી, આત્માને છોડીને ક્યાંય વિશેષ રસ આવતો નથી અને તેને પોતાનો આત્મા જ સર્વોત્કૃષ્ટ રહે છે. પોતાને આત્મા ન મળે ત્યાં સુધી મને આત્મા કેમ મળે તેવી ભાવના રહે છે. આ બધું નિઃસાર લાગે છે, ક્યાંય વિશેષ રસ આવતો નથી અને આત્માનું જ કરવા જેવું ભાસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com