________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૧૯ બધો રસ ન ચડી જાય કે સાતમું ગુણસ્થાન ન આવે. મુનિરાજને જ્ઞાયકધારા તો નિરંતર ચાલુ જ હોય છે પરંતુ શાસ્ત્ર રચતા હોય, ભગવાનનાં સ્તોત્ર રચતા હોય, ભગવાનનાં સ્તોત્ર બોલતા હોય કે ઉપદેશ દેતા હોય તે બધામાં એવો રસ ન લાગી જાય કે આત્મામાં લીનતા કરવાનું છૂટી જાય. મુનિપણાની મર્યાદા છૂટે એમ ન બને. વિકલ્પ વખતે પણ મુનિના પંચમહાવ્રતનાં જે કાર્યો હોય તેની મર્યાદામાં ઊભાં હોય, ગૃહસ્થનાં કાર્યો હોય તેવાં કાર્યોમાં તેઓ જોડાય નહિ. ગૃહસ્થો સાથે વિશેષ વાતો કરવી, કોઈ કાર્યમાં જોડાવું, કોઈ વ્યવસ્થામાં જોડાવુંએવું કાર્ય મુનિને હોતું નથી. જો આવું કાર્ય કરે તો તેમની મુનિદશા છૂટી જાય. શુભભાવમાં વિશેષ રોકાતા નથી. અંદર શુભનો રસ લાગી જાય અને અપ્રમત્તદશા ન આવે એવું બનતું નથી.
શાસ્ત્રમાં આવે છે કે તમે બધાનો (શુભાશુભ બને ભાવોને) નિષેધ કરો છો તો મુનિ કોના આશ્રયે મુનિપણું પાળશે? ત્યાં કહ્યું છે કે મુનિ કાંઈ અશરણ નથી, તેમને આત્માનું શરણ છે. તેઓ આત્માના અમૃતમાં નિરંતર લીન છે, તેમને આત્માનું જ શરણ છે. બહાર શુભભાવો આવે તે બધાનો નિષધ છે તો મુનિપણું કોના આધારે પાળશે? મુનિઓ વારંવાર-વારંવાર (અંતર્મુહુર્તઅંતર્મુહુર્ત) સ્વરૂપમાં જાય છે ને તેના આધારે મુનિપણું પાળે છે. મુનિદશા એવી છે કે શુભમાં વધારે રોકાય અને અપ્રમત્તદશા ન આવે તો મુનિદશા છૂટી જાય છે. મર્યાદા છૂટે નહિ એવા યોગ્ય શુભભાવો મુનિને હોય છે, ગૃહસ્થને તેને યોગ્ય હોય છે અને સમ્યગ્દષ્ટિને તેને યોગ્ય ભાવ હોય છે. એવી મર્યાદા છે. મુનિરાજ છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે અને પછી શ્રેણી માંડે છે. કોઈ તે ભવે મોક્ષ જાય છે અને કોઈ પછી મોક્ષ જાય છે. એવી મુનિની દશા છે. ૨૦. પ્રશ્ન:- શ્રીમદ્ભાં આવે છે કે પાત્રતા માટે વિશેષ પ્રયત્ન રાખવો. તો તે પાત્રતાનું શું સ્વરૂપ છે ? સમાધાનઃ- આત્માને ગ્રહણ કરવા પોતાની વિશેષ પાત્રતા હોવી જોઈએ. કોઈ જાતની અન્યમાં તન્મયતા ન થાય, આત્માની મહિમા છૂટીને બહારની કોઈ મહિમા ન આવે, બહારની કોઈ વસ્તુ આશ્ચર્યભૂત ન લાગે એક પોતાનો આત્મા જ આશ્ચર્યકારી ને સર્વોત્કૃષ્ટ લાગે, આત્મા કરતાં કોઈ ચીજની મહિમા વધી ન જાય, દેવ-શાસ્ત્ર-ગુરુ અને એક આત્મા તેના કરતાં બીજું કાંઈ વિશેષ લાગે નહિ, એવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com