________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૭૭ પ્રશ્નઃ- બાહ્યમાં તો નિવૃત્તિ લીધી પણ અંતરની નિવૃત્તિ લેવી જોઈએ એમ આપ કહો છો તો અંતર-નિવૃત્તિ એટલે શું?
સમાધાનઃ- અંતર-નિવૃત્તિ એટલે અંતરમાં અનેક જાતની વિકલ્પની ઘટમાળમાં રોકાતો હોય તો તેમાંથી પોતે છૂટી, વારંવાર ચૈતન્ય તરફ જવું તે અંતર-નિવૃત્તિ છે. અનેક જાતની ઘટમાળમાં રોકાતો હોય તેણે ચૈતન્ય તરફ વળીને ચૈતન્ય તરફના વિચારો કરવા, આ હું છું તેમ પોતાને ગ્રહણ કરવો. વિકલ્પજાળની પ્રવૃત્તિ વારંવાર આડે આવ્યા કરે અને ચૈતન્યના વિચારો ગૌણ થઈ જાય તો વિકલ્પજાળની પ્રવૃત્તિઓ ઓછી કરીને પોતાના તરફનો અભ્યાસ વધારે તે અંતર-નિવૃત્તિ છે. વાસ્તવિક નિવૃત્તિ તો પોતે જ્ઞાયક જ્ઞાયકરૂપે પરિણમી જાય તે છે. ૩૧૧.
પ્રશ્ન:- મૂંઝવણ થાય તો રસ્તો પોતે કાઢી શકે?
સમાધાનઃ- પોતે રસ્તો કાઢતો જાય. જેમ બહારની મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢે છે તેમ અંતરમાં પણ પોતે રસ્તો કાઢતો જાય-કોઈ વિકલ્પની ઘટમાળમાં નહિ મૂંઝાતાં પોતે રસ્તો કાઢીને ચૈતન્યનો અભ્યાસ કેમ વધે એ પ્રયત્ન કરે. ૩૧૨ પ્રશ્ન:- જ્ઞાની થયા પછી એમ ખબર પડે કે હવે પાછી આ વખતે નિર્વિકલ્પ દશા આવશે ?
સમાધાનઃ- નિર્વિકલ્પ દશા આ વખતે થશે, કયારે થશે? એવા વિકલ્પ હોતા જ નથી. પોતાની પરિણતિને પોતે અંતરમાં વાળી સ્વરૂપની લીનતાનો પ્રયાસ કરે છે તેમાં, તેને કાળ ઉપર કે કયારે થશે તેનું ધ્યાન નથી. પોતાની પરિણતિ ન્યારી કરવા ઉપર ને જ્ઞાતાધારાની ઉગ્રતા કરવા ઉપર તેનું લક્ષ હોય છે. નિર્વિકલ્પ દશા કયારે થશે? એ જાતનો વિકલ્પ હોતો નથી. એ તો પોતાની પરિણતિ ન્યારી કરતો જાય છે. ન્યારી પરિણતિમાં તેને સહજધારા ઊપડતાં નિર્વિકલ્પ દશા થાય છે. ૩૧૩.
પ્રશ્નઃ- આપ સમ્યગ્દર્શન આટલું દૂર છે...આટલું દૂર છે તે કોના જોરે કહેતાં હતાં ? સમાધાનઃ- જ્ઞાયકના જોરે કહેતી હતી, જ્ઞાયકના જોરે કહેવાતું હતું. શાયકના જોરથી એમ લાગતું હતું કે સમતિ નજીક છે. આ પિરણિત એવી છે કે ઠેઠ સુધી પહોંચે જ છૂટકો થશે, આ પુરુષાર્થની ધારા એવી છે કે ઠેઠ સુધી પહોંચી જ જાશે.
પોતાની ઉગ્રતાના આધારે કહેતી હતી. કયારે થશે તે કાંઈ નિશ્ચિત
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com