________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૫૩ છે. દેવ કૈસે હોતે હૈં? દેવ વીતરાગી હોતે હૈં, સમવસરણમેં બિરાજતે હૈં, ઉન્હેં વિકલ્પ નહીં હૈ, સ્વરૂપમેં પૂર્ણ લીન હો ગયે હૈં. ઉનકી નાસાગ્ર દૃષ્ટિ હૈ. ભગવાન વીતરાગી હૈ તો પ્રતિમા ભી વૈસી હોની ચાહિયે. પ્રતિમામે ફેરફાર કરના વો યથાર્થ નહીં હૈ. ઈસલિયે કયા કરના સો અપને આપ સમજ લેના.
ભાવમું સચ્ચાપન હોવે તો બાહરમેં નમસ્કાર ભી સચ્ચકો હોતા હૈ યહુ સબ યથાર્થ તત્ત્વ સમજનેસે સમજમેં આ જાયેગા.
જો જ્ઞાયકકો સમજે ઉનકા વ્યવહાર ભી સચ્ચા હોતા હૈ. વોહી દેવ-શાસ્ત્રગુરુકો સમજતે હૈં. જૈસા ભગવાન હૈ વૈસી હી પ્રતિમાજીકી સ્થાપના હોતી હૈ તથા વો પ્રતિમાજી કો નમસ્કાર હોતા હૈ, તત્ત્વ સમજનેસે અપને આપ સમજમેં આ જાયેગા કિ કયા કરના ચાહિયે. જબ અપને ભાવમેં નિશ્ચય-વ્યવહાર સમજમેં આયેગા તબ અપને આપ ગલત માન્યતા છૂટ જાયેગી. નહીં છૂટતા તબ તક વિચાર કરના કિ કયા સચ્ચા હૈ? જબ સમજમેં આ જાયગા તો ઉનકો માનનેસે કયા નુકસાન હૈ વહુ અપને આપ સમજમેં આયેગા ઔર છૂટ જાયેગા. ૨૫૫. પ્રશ્ન:-અમારે આત્માની સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે શું કરવું? સમાધાનઃ- સ્વાનુભૂતિ, નિર્વિકલ્પદશા પ્રગટે ત્યારે થાય છે. તે પહેલાં હું જ્ઞાયક છું...જ્ઞાયક છું એમ વારંવાર જ્ઞાનમાં રટણ કર્યા કરવું. આ વિકલ્પ આવે તે મારું સ્વરૂપ નથી. વિકલ્પથી પણ હું જુદો છું જે મંદ કે તીવ્ર વિભાવો આવે તે બધાથી જુદો હું ચૈતન્ય છું, એમ વારંવાર તેની મહિમા-લગની, તેનું અંતરમાં રટણ રહેવું જોઈએ. હું જ્ઞાયક છું હું વિકલ્પ વગરનો-નિર્વિકલ્પ તત્ત્વ છું, વિકલ્પ છૂટી જાય તો હું કાંઈ શૂન્ય નથી થઈ જતો, પણ અંતરમાં જે ભરેલું છે તે પ્રગટ થાય છે. મારામાં એટલે જ્ઞાયક માત્ર આત્મામાં બધું પૂરેપુરું છે. તેમ વારંવાર તેની ભાવના-ચટણ-વિચાર-વાંચન કરવા જેવું છે. જ્ઞાયકના આંગણે ટહેલ મારવા જેવી છે. ૨૫૬. પ્રશ્ન:- વાંચન-વિચાર કરતાં ભેદના રસ્તે ચડી જવાય છે, અનાદિની ટેવ છે ને? સમાધાન- ભેદના રસ્તે ચડી જવાય તો વારંવાર લક્ષ પોતા તરફ કર્યા કરવું.
જ્યાં સુધી અંતરમાં લીન નથી થયો, અંતરમાં દષ્ટિ નથી ગઈ ત્યાં સુધી વિકલ્પ કયાંક ને કયાંક તો ફર્યા કરે છે, બહારમાં કયાંક ઊભો તો રહે છે પણ તેણે શ્રદ્ધા અને રુચિ તે તરફ રાખવી કે જ્ઞાયકમાં બધું છે, આ બધામાં રોકાવા જેવું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com