________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
[સ્વાનુભૂતિદર્શન જ્ઞાયકમાં રહી શકતો નથી એટલે બધું આવ્યા વગર રહેતું નથી-વચ્ચે આવે છે, પણ શ્રદ્ધા તો જ્ઞાયકની જ રાખવી કે નિર્વિકલ્પ શુદ્ધાત્મતત્ત્વ તે જ હું છું. ર૫૭. પ્રશ્ન:- મારામાં બધું જ છે, પણ કોણ જાણે વિશ્વાસ આવતો નથી. બહારમાં ઝવેરાત વગેરે બધાનો વિશ્વાસ આવે છે ? સમાઘાન- બહારનું બધું દેખાય છે. આ દેખાતું નથી એટલે વિશ્વાસ આવતો નથી. પણ પોતામાં બધું છે. ગુરુદેવ કહે છે અને પોતે પણ વિચાર કરીને નક્કી કરે કે જ્ઞાયકમાં જ બધું ભરેલું છે. ગુરુદેવ કહેતા હતા કે લીંડીપીપર ઘસતાંઘસતાં તેમાંથી તીખાશ પ્રગટ થાય છે. તેમ જ્ઞાયક છું-જ્ઞાયક છું, તેમાં જ બધું ભરેલું છે ને તેમાંથી સ્વભાવ પ્રગટ થાય છે-એમ નક્કી કરવું.
જેમ છાશને વારંવાર વલોવ્યા કરે તો માખણ જુદું પડે છે, તેમ વારંવાર ભેદજ્ઞાન કરવાથી-વારંવાર હું જુદો છું, જુદો છું એમ જ્ઞાનમાં અભ્યાસ કરે તો, જુદો છે. તે પ્રગટપણે જુદો પડે છે. ૨૫૮. પ્રશ્ન- કોઈ રીતે પરની રુચિ છૂટતી નથી તો પરની રુચિ છૂટીને આત્માની સચિ કેમ થાય? સમાધાન- પરની રુચિ તોડતાં-તોડતાં તેને પરસેવા ઊતરી જાય છે. ઉપલક રુચિ હોય કે આત્માનું જ કરવા જેવું છે, પણ એકત્વબુદ્ધિ તોડતાં-તોડતાં મુશ્કેલી પડી જાય છે. અનંતકાળનો અભ્યાસ છે એટલે પ્રયાસ કરી કરીને થાકી જાય છેખેદ થાય છે. કરવાનું તો આ જ છે પણ પુરુષાર્થની ખામીને લઈને તેના વિશ્વાસમાં ડોલમડોલ થઈ જાય છે. પોતે છે તો જુદો, પણ મોટાં રાંઢવાં (દોરડાં) જેવું એકપણું કરી મૂક્યું છે. પોતે અનંતકાળ પરની સાથે એકત્વપણાના અભ્યાસમાં રહ્યો છે. હવે તે અનંતકાળની સામે ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં ઘૂંટવામાં અનંતકાળ લાગતો નથી. ધીમો ધીમો અભ્યાસ કરે તો થોડો કાળ જાય છે. અને ઉગ્ર કરે તો છ મહિના લાગે છે. અંદર રુચિ ભલે આત્માની હોય, પણ એકત્વબુદ્ધિ તોડતાં તોડતાં તેને મુશ્કેલી પડે છે અને બહાર ચાલ્યો જાય છે.
પોતાના ને પરના લક્ષણને ઓળખીને, આ દ્રવ્ય-ગુણ-પર્યાય મારાં છે અને આ પુદ્ગલના છે, એમ બરાબર ભેદજ્ઞાન કરતાં પ્રજ્ઞાછીણી સાંધની સૂક્ષ્મ રગ જોઈને ચારેબાજુ ફરી વળે છે અને કોઈ જગ્યાએ સાંધ રહેતી નથી, સરખા બે ભાગ થઈ જાય છે. સૂક્ષ્મતાથી લઈએ તો, ગુણના ભેદ, પર્યાયના ભેદ કે કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com