________________
[ ૮૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] જો છૂટવા માંગે તો છૂટી શકે છે. ઘરમાં રહેલો માણસ અનેક કાર્યોની ઉપાધિઓમાં ફસાયેલો દેખાય છે તોપણ માણસ તરીકે છૂટો છે એમ ત્રિકાળી દ્રવ્ય બંધાયું નથી. તો આ દષ્ટાંત ઉપરથી સિદ્ધાંત શું સમજવો ? આ દષ્ટાંત જ સરખું સમજાતું નથી. સમાધાનઃ- દષ્ટાંત છે તે બધી રીતે લાગુ પડે નહિ, તેનો આશય ગ્રહણ કરવો જોઈએ. જેમ માણસ ઉપાધિઓમાં ફસાયેલો દેખાય છે છતાં માણસ તરીકે છૂટો છે. માણસ બહારથી બંધાયેલો લાગે, પણ ખરેખર કાંઈ બંધાયેલો નથી. તે સ્કૂલ દષ્ટાંત છે. એવી રીતે ચૈતન્યદ્રવ્ય વાસ્તવિક રીતે પરદ્રવ્ય સાથે બંધાયેલું નથી, ચૈતન્યદ્રવ્ય દ્રવ્ય તરીકે છૂટું જ છે. ચૈતન્યદ્રવ્ય આ પુદ્ગલ સાથે બંધનમાં આવ્યું નથી, પુદ્ગલ તો જડ છે અને પોતે ચૈતન્ય છે. ચૈતન્ય ચૈતન્યરૂપે છૂટું છે, પુદ્ગલ પુદ્ગલરૂપે છૂટું છે. બંને છૂટાં દ્રવ્ય છે, તો પણ ભ્રમણાબુદ્ધિમાં માની લીધું છે કે હું બંધાઈ ગયો છું. હું શરીરરૂપે અને વિકલ્પરૂપે થઈ ગયો એમ પોતે માની લીધું છે. વાસ્તવિક રીતે ચેતનદ્રવ્ય પરદ્રવ્યરૂપે થયું નથી; છૂટું છે. છૂટાને તું છૂટો જાણી લે. આ તો કલ્પના થઈ ગઈ છે કે હું આમાં બંધાઈ ગયો છું, હું શરીરરૂપેવિકલ્પરૂપે થઈ ગયો છું તેવી તારી માન્યતાની ભ્રમણા છોડી દે તો તું છૂટો જ છે, તે છૂટાને ગ્રહણ કરી લે. છૂટો બંધનમાં આવી ગયો હોય તો બંધન કેમ તોડવું એમ થાય, પણ તું વાસ્તવિક રીતે બંધાયેલો જ નથી, માટે તું છૂટો જ છે. આ આશય આમાંથી ગ્રહણ કરવો.
તારી વિભાવ પરિણતિ થાય છે તે વિભાવ તરફ દષ્ટિ નહિ દેતાં, તું છૂટો છે તેને ગ્રહણ કર. પર્યાયમાં જે વિભાવ પરિણતિ થાય છે તે પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય તરીકે હું છૂટો જ છું એમ જો. કરોળિયો કરોળિયા તરીકે છૂટો જ છે, તેમ દ્રવ્ય તરીકે તું છૂટો જ છે માટે દ્રવ્યને ગ્રહણ કરી લે. પર્યાયમાં વિભાવ પરિણતિ થાય છે પણ તેનાથી દ્રવ્ય ન્યારું છે. એટલી તેમાં સાબિતી કરવી છે. તું મુક્ત જ છો, બંધાયો નથી. તેથી મુક્તને ગ્રહણ કરી લે. તેં અનાદિકાળથી ગમે તેટલા ભવ કર્યા, તને ગમે તેટલા વિભાવો થયા, પણ તું દ્રવ્ય તરીકે છૂટોશુદ્ધાત્મા જ છે. માટે તું તેને ગ્રહણ કર. દ્રવ્યદષ્ટિથી તેના તરફ જો, તો તું છૂટો જ છો.
ગુરુદેવ કહે છે ને! કે થાંભલાને પોતે બાથ ભીડી અને પછી કહ્યું કે હવે મને છોડ. પણ તે જ તેને ગ્રહણ કર્યો છે માટે તું તેને છોડી દે. તેવી રીતે પોતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com