________________
[૩૩૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] ચૈતન્ય સામાન્ય તે હું છું. ગુણ-પર્યાયના ભેદ ઉપર પણ તેની નજર નથી. તે તો એક સામાન્ય ચૈતન્ય અસ્તિત્વ કે જે જ્ઞાયક છે તે હું એમ સ્વીકારે છે. આમ જેવું દષ્ટિનું બળ, તેવું બળ જ્ઞાનનું નથી. કેમકે જ્ઞાન સામાન્ય-વિશેષ બંનેને જાણે છે. જ્ઞાન યથાર્થ હોય તો પરિણતિ યથાર્થ થાય છે, પણ દષ્ટિ વધારે બળવાન છે. દષ્ટિમાં બળ છે, કેમકે દષ્ટિએ આખા સામાન્યને ગ્રહણ કર્યું છે.
મુમુક્ષુ- મૂલ્યવાન દષ્ટિ છે? બહેનશ્રી:- હા, દષ્ટિ મૂલ્યવાન છે. મુમુક્ષુ- દષ્ટિ જે કામ કરે છે તે જણાય છે તો જ્ઞાનમાં ?
બહેનશ્રી - જ્ઞાનમાં જણાય છે પણ દષ્ટિ બળવાન છે, જોરદાર છે. એક સામાન્ય ઉપર દષ્ટિ સ્થાપતાં (સ્વરૂપમાં) લીનતા થાય છે.
જેમ કોઈ માણસે એમ નક્કી કર્યું હોય કે મારે આ પ્રમાણે આ એક જ કાર્ય કરવાનું છે, તો પછી તે એ કાર્ય સિવાય આજુબાજુનું બીજું કાંઈ જોવે નહિ અને દઢતાથી કાર્ય કર્યા કરે તેમ એક પછી એક વચ્ચે બધા ભેદો આવે, પણ તેના ઉપર દૃષ્ટિ નહિ દેતાં સામાન્ય એક આત્મા ઉપર જ દષ્ટિ દેતાં તેના બળથી લીનતાની પરિણતિ પ્રગટ થાય છે.
મુમુક્ષુ- જ્ઞાનમાં પણ એવું બળ આવે છે ?
બહેનશ્રી - જ્ઞાનમાં બધું જાણવાનું આવે છે. જોકે જ્ઞાનમાં બળ આવે છે, પણ દષ્ટિમાં વધારે બળ આવે છે. જ્ઞાનમાં બધાં પડખાને જાણવાનું કાર્ય હોય છે કે આ અધૂરું છે ને આ પૂરું છે. આ કેવળજ્ઞાન છે, આ સાધકદશા છે, આ ગુણભેદ ને પર્યાયભેદ છે એમ જ્ઞાન બધું જાણે તેમ જ એક અખંડનું બળ પણ જ્ઞાનમાં છે, છતાં પણ તે જાણવાપરે છે. એક સામાન્ય જ જેણે ગ્રહણ કર્યો છે. તે દષ્ટિ વધારે બળવાન છે. ૬૧૦. પ્રશ્ન:- પુરુષાર્થ કેમ કરવો? સમાધાન - જો સચિની ઉગ્રતા થાય તો પુરુષાર્થ થયા વગર રહે નહિ. “રુચિ અનુયાયી વીર્ય.” રુચિ જે તરફ જાય તે તરફનો પુરુષાર્થ થાય જ; પણ પોતાની રુચિ મંદ હોય તો પુરુષાર્થ ઊપડતો નથી. થાય છે, થાશે એમ પોતાને થયા કરે પણ ઉગ્ર ભાવના ન થાય ત્યાં સુધી પુરુષાર્થ થતો નથી. રુચિ ઉગ્ર થાય તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com