________________
[૩૧૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] છે તે મારી નથી, પર તરફની છે. મારી મંદતાને લઈને પરિણતિમાં અશુદ્ધતા આવે છે, તો પણ મારી નથી.
જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે તેમાં જે મલિનતા છે તે સ્ફટિક તરફની છે જ નહિ. મલિનતા નિમિત્ત તરફની છે, તો પણ સ્ફટિક પર્યાયમાં મલિનરૂપે પરિણમે છે. તેમ મારામાં મલિનતા તરફનો કોઈ ભાગ નથી પણ મારી પરિણતિ મલિન થાય છે તે જ્ઞાની જાણે છે તથા તે પરિણતિને પોતે પલટાવવા પ્રયત્ન કરે છે. છતાં દષ્ટિનું બળ એવું છે કે આ કાંઈ મારું નથી. જાણે છે કે હું રાગરૂપે પરિણમી જાઉં છું, રાગમાં જોડાઈ જાઉં છું, તે મારી મંદતા છે. રાગ મારા ઘરનો નથી, નિમિત્તના ઘરનો છે, છતાં મારી પરિણતિ તે રૂપે પરિણમી જાય છે. આવું જાણતી વખતે પણ મારું આ કાંઈ છે જ નહિ એટલું જોર દ્રવ્યદષ્ટિમાં વર્તે છે અને એટલા જોરને લઈને સાથે રહેલી પરિણતિને પલટાવવાનો પ્રયત્ન થાય છે. જેટલો પ્રયત્ન ઊપડે છે એટલી શુદ્ધિ થાય છે, જેટલી પ્રયત્નમાં મંદતા છે તેટલી તેને અશુદ્ધતા ઊભી રહે છે. મુમુક્ષુ- અશુદ્ધતાની પરિણતિનું દુઃખ પણ વર્તે છે? બેનશ્રી:- “હા” , તેનું દુ:ખ વર્તે છે. આ મારી પરિણતિ નથી, મારો સ્વભાવ નથી, તો પણ આ પરિણતિ થાય છે તેનો ખેદ છે. આચાર્યદવ કહે છે ને! કે ખેદ છે કે આ વ્યવહારમાં ઊભું રહેવું પડે છે. ૫૪૭. પ્રશ્ન:- ગુરુ કેવા હોવા જોઈએ ? કેમ ઓળખવા? સમાધાન:- યથાર્થ સતનું સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે, અર્થાત્ જે યથાર્થ સ્વરૂપે પરિણમી ગયા છે તથા જે યથાર્થ વસ્તુસ્વરૂપને બતાવનાર છે તેને સાચા ગુરુ કહે છે.
ગુરુને પોતે યથાર્થ ઓળખીને ગ્રહણ કરવા જોઈએ. એટલી તો પોતાની તૈયારી હોવી જોઈએ. અંદરમાંથી એટલી જિજ્ઞાસા પ્રગટ કરીને સસ્વરૂપને બતાવનારા એવા ગુરુને પોતે ગ્રહણ કરે. પછી ગુરુ જે કહે છે તેનો આશય ગ્રહણ કરીને પોતે તે માર્ગે ચાલે તો માર્ગ પ્રગટ થાય છે. ૫૪૮. પ્રશ્ન- ગુરુના ચરણકમળમાં રહેવું એટલે શું? સમાધાન:- ગુરુના ચરણકમળમાં રહેવું એટલે કે તેમનો આશય હૃદયમાં ગ્રહણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com