________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૧૨ ]
[ સ્વાનુભૂતિદર્શન દઢતા કરીને ચૈતન્યને ગ્રહણ કરીને ઊભો છે. કોઈને પુરુષાર્થની મંદતા થાય તે વાત જુદી છે, બાકી પોતાને અંશે શાંતિ વર્તે છે ને પ્રતીતિ છે કે આ ચૈતન્યનું ઘર તો મારા હાથમાં છે. તે ઘર તો તેને ગમે તે કાર્યોમાં-ગમે તેવા પ્રસંગોમાંછૂટતું નથી, કોઈ રીતે તેની જ્ઞાયકતા છૂટતી જ નથી. ઊંચામાં ઊંચા શુભભાવના પ્રસંગો હોય, ત્યારે પણ અમુક અંશે ચૈતન્યવર ગ્રહણ કર્યું છે તે છૂટતું નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર કરતો હોય ત્યારે પણ ચૈતન્યઘરને છોડતો નથી ને દેવ-શાસ્ત્ર-ગુરુના વિચાર-ભક્તિ કરતો હોય ત્યારે પણ ચૈતન્યઘર તો છૂટતું જ નથી. ચૈતન્યવર તેને સમીપ જ છે. તેને બહારમાં એકત્વ થતું જ નથી. બહારથી થાકે તો અંદરમાં વિશ્રામ લેવા ચાલ્યો જાય છે. મુનિઓ તો વારંવાર ચાલ્યા જાય છે, મુનિઓ બહાર બહુ ટકી શકતા જ નથી. ૫૪૬.
પ્રશ્ન:- ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે જ્ઞાની જ્ઞાનપણે પરિણમે છે, ક્રોધરૂપે પરિણમતો નથી અને રાગ મારામાં થાય છે એમ માનતો નથી, રાગનું પરિણમન પુદ્દગલનું છે એમ માને છે. રાગ પોતાની પર્યાયમાં થાય છે. છતાં તે કઈ રીતે એમ માને છે?
સમાધાનઃ- જ્ઞાની દ્રવ્યદષ્ટિના બળે રાગ મારામાં થાય છે એમ માનતા નથી. આ ચૈતન્ય દ્રવ્યને મેં જે ગ્રહણ કર્યું છે તેની અંદર રાગ નથી. જે રાગ થાય છે તે પુદ્દગલના નિમિત્તે થાય છે, માટે જેના નિમિત્તે રાગ થાય છે તે નિમિત્તનો તે છે, પણ મારા ચૈતન્યઘ૨નો તે નથી. એટલે જે રાગ થાય છે તેનો બધો વિભાગ ( ભેદ ) કરીને કહે છે કે, આ વિભાગ પરના ઘરનો છે, મારા ચૈતન્યના ઘરનો નથી. મારા સ્વરની વિભૂતિ તે મારી છે. મારી અસ્થિરતાને લઈને હું બહાર જાઉં છું, પણ તે મારું નથી એમ એનો વિભાગ કરીને તે ઊભો છે. આ વિભાવાદિ બધું નિમિત્તના ઘરનું-જડના ઘરનું છે-તે જડ છે, અને મારા ચૈતન્યના ઘરનું ચૈતન્ય છે.-એવો વિભાગ દ્રવ્યદૃષ્ટિના બળે કરીને ઊભો છે. જોકે પુરુષાર્થની મંદતાને લઈને મારી પોતાની પરિણતિમાં વિભાવ થાય છે તેમ જાણે છે, તો પણ દ્રવ્યદૃષ્ટિનું બળ એવું છે કે તે ચૈતન્યને જ ગ્રહણ કરે છે. આ બાકીનું બધું વિભાવના ઘરનું જ છે, મારા ઘરનું કાંઈ નથી, તેનો એક અંશ પણ મારો નથી. શુભભાવ હોય કે અશુભભાવ હોય, ગમે તે હોય તે બધું વિભાવના ઘરનું છે. દ્રવ્યદૃષ્ટિના બળમાં એટલો જોરદાર નિષેધ છે કે આ બધું પર તરફનું છે, મારું નથી, ચૈતન્યપણું જ મારા ચૈતન્યઘરનું છે. શુદ્ધ ચૈતન્ય તે હું, જેટલી અશુદ્ધતા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com