________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
| [ ૭૩ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવા તરફ જ હોવી જોઈએ. મારું અસ્તિત્વ કેમ ગ્રહણ કરું! તે તરફ દષ્ટિ હોવી જોઈએ.
સ્વભાવની ખોજ કરવાની છે, તેમાં આ જ્ઞાન છે-દર્શન છે એવા વિચારો આવ્યા વગર રહેતા નથી. ૮૭. પ્રશ્ન- વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી તે બરાબર છે, પણ તેની રુચિ થઈ જાય તો નિશ્ચય પ્રગટે નહિ ને ? સમાધાનઃ- વ્યવહારની રુચિ એટલે કે તેમાં જ રોકાઈ રહેવું ન જોઈએ. તે વચ્ચે આવે છે, પણ તેની દષ્ટિ આગળ જવાની હોવી જોઈએ.
આચાર્યદેવ કહે છે કે અમે તને ત્રીજી ભૂમિકામાં અમૃતકુંભની ભૂમિકામાંજવાનું કહીએ છીએ ત્યાં નીચે નીચે ન પડ. અમે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ, શુભ છોડી અશુભમાં જવાનું કહેતાં નથી. ઊંચે ઊંચે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ તેમાં આ શુભભાવ આવે, પણ તેને સર્વસ્વ માની લેવું નહિ. શુદ્ધ ભૂમિકા કેમ પ્રગટે, અમૃતકુંભ ભૂમિકા કેમ પ્રગટે એમ દષ્ટિ ત્યાં હોવી જોઈએ, રૂચિ ત્યાં હોવી જોઈએ ને વચ્ચે આ બધો વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. ૮૮. પ્રશ્ન:- રુચિ પરથી ખસતી નથી અને અહીં આવતી નથી તો સ્વરૂપ કઈ રીતે જ્ઞાનમાં લેવું કે જેથી સચિનો પલટો સહેજે થાય ? મૂંઝવણ પણ ઘણી થાય છે કે કયાં સુધી આમ ને આમ રહેવું? સમાઘાન- આત્માને જ્ઞાનમાં લીધો, પણ આત્માની યથાર્થ મહિમા અંતરમાંથી આવવી જોઈએ. સમજણની સાથે વિરક્તિ પણ જોઈએ, તો રુચિ પલટાય. તેને પર તરફથી વિરક્તિ આવવી જોઈએ કે બહારમાં કાંઈ નથી, આત્મામાં જ બધું છે. નિરાળાપણું આવવું જોઈએ કે બહારમાં કયાંય અટકવા જેવું નથી, કયાંય સુખ નથી તેનો નિર્ણય એવો દઢ હોવો જોઈએ કે રુચિ પલટો ખાય. જ્ઞાનમાંસમજણમાં વસ્તુ આવવી જોઈએ પણ એકલી સમજણ નહિ, સમજણ સાથે વિરક્તિ, મહિમા વગેરે બધું અંદરમાં હોય તો રુચિ પલટો ખાય.
મુમુક્ષુ- તે બધું કઈ રીતે આવે ? બહેનશ્રી - પોતે કરે તો થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com