________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[સ્વાનુભૂતિદર્શન તો કાંઈ કરવાનું રહેતું નથી, તો સમય કેમ વ્યતીત કરતા હશે ? તે કૃપા કરીને સમજાવશોજી. સમાધાન - પરનું કાર્ય કરવાનું હોય તો સમય વ્યતીત થાય એમ નથી. સમ્યગ્દષ્ટિને અંતરમાં જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ છે, જ્ઞાતાની ધારા ચાલે છે. એને તો ક્ષણે ક્ષણે પુરુષાર્થની દોરી ચાલુ છે. સાધનાની પર્યાય થાય છે. ક્ષણે ક્ષણે જે વિભાવ આવે તેનાથી છૂટો પડીને જ્ઞાયકની ધારા-જ્ઞાયકની-પરિણતિની પુરુષાર્થની દોરી ક્ષણે ક્ષણે ચાલુ જ છે. સહજ જ્ઞાતાધારા ચાલી રહી છે.
જ્ઞાની આખો દિવસ શું કરતા હશે? આત્માનો નિવૃત્ત સ્વભાવ છે. તે વિભાવમાં કે બહારનું કાંઈક કરે તો તેનો ટાઈમ પસાર થાય એવું નથી. અંતરના કર્તા-કર્મ-ક્રિયા આત્મામાં છે. તે બહારનું કાંઈ કરી શકતો જ નથી. હું બીજાનું કરી શકું છું તેવું માત્ર અભિમાન જીવે અજ્ઞાનથી કર્યું છે. જ્ઞાનીને અંતરમાં આત્માની સ્વરૂપ પરિણતિની ક્રિયાનું કાર્ય ચાલુ જ છે, ક્ષણે ક્ષણે ભેદજ્ઞાનની ધારા ચાલુ જ છે. કોઈ કોઈવાર વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, પણ ભેદજ્ઞાનની ધારા ચાલુ જ છે. ખાતાં-પીતાં, સૂતાં-સ્વપ્નમાં પણ તેને જ્ઞાયકની ધારા ચાલુ છે. બાકી તો તે ગૃહસ્થાશ્રમમાં છે તેથી બહારના કાર્યમાં જોડાય; પણ તેની જ્ઞાતાધારા ચાલુ છે. બહારથી કાર્ય કરતા દેખાય છે તો પણ અંતરથી તો જ્ઞાયક જ રહે છે. અંતરમાં જ્ઞાયક થઈ ગયો અને પરનો કર્તા નથી એટલે તેનો સમય વ્યતીત થતો નથી એમ નથી. વિભાવનાં કાર્યોમાં જોડાય તો જ સમય વ્યતીત થાય એમ નથી. તે તો આકુળતા છે. અંદરમાં નિવૃત્તિમય અને શાંતિમય પરિણતિમાં જ તેને સુખ લાગે છે. બહારમાં કયાંય સુખ લાગતું નથી.
| મુનિઓ અંતરમાં તો અકર્તા છે જ, પરંતુ બહારનું પણ બધું છૂટી ગયું છે. છતાં શાસ્ત્રમાં આવે છે કે મુનિઓ કાંઈ અશરણ નથી. બહારના પંચમહાવ્રતનાં પરિણામો શુભ છે તેનાથી પણ તેમની પરિણતિ છૂટી રહે છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થાય છે. એવા મુનિઓ કાંઈ અશરણ નથી, તેમને આત્માનું શરણ પ્રગટ થયું છે. મુનિઓનો આખો દિવસ કેમ જતો હશે? તે પ્રશ્નનો કોઈ અર્થ નથી. તેઓ તો શુદ્ધાત્મામાં લીન રહેતા હોય છે, પ્રચુરસ્વસવેદનપૂર્વક આનંદને વેદે છે.
તેવી રીતે સમ્યગ્દષ્ટિને ગૃહસ્થાશ્રમમાં કાર્યો હોય તો પણ અંદરનાં કાર્યો-અંદર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com