________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૧૦ ]
ભાવ છે. આમ અસ્તિત્વનો મહિમા છે. અને તે ગ્રહણ થતાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધાંનું જ્ઞાન સાથે થઈ જાય છે.
મુમુક્ષુઃ- પદાર્થમાં જ્ઞાન અને આનંદ કહેતાં તેમાં ભાવ દેખાય છે પણ સત્ કહેતાં તેમાં કાંઈ ભાવ દેખાતો નથી ?
બહેનશ્રી:- આનંદમાં વેદન અને જ્ઞાનમાં જાણવાનો ગુણ (સ્વભાવ) છે એટલે તેઓ ભાવથી ભરેલા દેખાય એમ અસ્તિત્વ પણ લૂખું અને ખાલી નથી, જ્ઞાન-આનંદાદિ અનંતગુણોથી ભરેલું અસ્તિત્વ છે.
જેમ અગ્નિમાં ઉષ્ણતા ગુણ છે અને પાણીમાં શીતળતા ગુણ છે તો તેના ગુણોથી બીજાને પકડાય છે તેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. જ્ઞાયકનું અસ્તિત્વ ધરાવે તે આત્મા છે અને જે જાણતું નથી તે જડ છે. આમ બંને (પોતપોતાના ) ગુણથી પકડાય છે. (ગ્રહણ થાય છે.) ૮.
પ્રશ્ન:- આત્માનું સ્વરૂપ બોલવામાં જેટલું સહજ દેખાય છે એટલું સહજ અમને પ્રાપ્ત થાય ખરૂં?
સમાધાનઃ- સ્વભાવ સહજ છે, પણ અનાદિનો વિભાવમાં પડેલો છે એટલે સહજ દેખાતું નથી. તેના જ્ઞાન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ બધા ગુણો અનાદિઅનંત સહજ છે, તેમ જ વસ્તુ પોતે પણ સહજ છે, કોઈએ બનાવી નથી. જે સ્વભાવ હોય તે સહજ હોય, તથા પોતાના સ્વભાવમાં જવું તે પણ સહજ છે; પણ ૫૨૫દાર્થને પોતાના કરવા તે અશક્ય છે. જડ અને ચેતન પોતાનું કાર્ય જુદુંજુદું કર્યા કરે છે. જડ પોતાનું થતું નથી. ક્યાંથી થાય? કેમકે જડ અને ચૈતન્ય બંને જુદાં છે ને જુદાં હોય તે એક ક્યાંથી થાય? આમ જડ પોતાનું થતું નથી. પણ ચૈતન્યને-પોતાને ગ્રહણ કરીને પોતારૂપ થવું તે સહજ છે. પોતાના સ્વભાવરૂપે પરિણમવું તે સહજ છે. જેમ પાણી શીતળ છે તેને શીતળતારૂપે પરિણમવું તે સહજ છે. પાણી અગ્નિના નિમિત્તે ગરમ થયું, પણ તેને શીતળ થવું સહજ છે કારણ કે તે પાણીનો સ્વભાવ હોવાથી અગ્નિથી છૂટું પડે એટલે શીતળ થઈ જ જાય છે. પણ પાણીને એમ ને એમ ગરમ રાખ્યા કરવું તે અશક્ય છે. તેમ અનંતકાળ ગયો તો પણ જીવ શરીરરૂપે થયો નથી, તે રૂપે થવું અશક્ય છે કારણ કે ૫૨૫દાર્થ છે તેની સાથે રહે તો પણ જડરૂપ થાય નહિ. આત્મા પોતા તરફ વળે, જ્ઞાયકને ગ્રહણ કરે તો થોડા જ કાળમાં સ્વાનુભૂતિ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com