________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
[ સ્વાનુભૂતિદર્શન સ્વાનુભૂતિ પ્રગટ કરવાની છે. ગુરુદેવે જે બતાવ્યું છે તે કરવાનું છે. એક જ માર્ગ છે. શ્રીમદે કહ્યું છે ને? “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” પરમારનો પંથ એક જ છે–ચૈતન્ય તત્ત્વને ઓળખો, તેની સ્વાનુભૂતિ પ્રગટ કરો. ભેદજ્ઞાન પ્રગટ કરો તેમ ગુરુદેવે કહ્યું છે અને તે કરવાનું છે.
“આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.” આમાં સદા પ્રીતિ કર,–તેમાં પ્રીતિવંત બન; તેમાં સંતુષ્ટ થા;-સંતોષ તેમાં જ છે, બીજે ક્યાંય સંતોષ નથી–બીજે અસંતોષ છે, બીજે કયાંય તને શાંતિ નહિ મળે, આત્મામાં જે સંતોષ-શાંતિ-આનંદ છે તે બીજે ક્યાંય નથી. “ આનાથી બન તું તૃપ્ત” આમાં જ તું તૃતિ પામ-તૃમિ તેમાં જ છે, બીજ કયાંય નથી. તૃપ્તિપણે જે છે તે બધું આત્મામાં જ છે, તેમાં જ તને તૃપ્તિ મળશે, બીજે કયાંય મળશે નહીં. “સુખ અહો ! ઉત્તમ થશે” ઉત્તમ સુખની પ્રાપ્તિ તેમાં જ થશે. બીજે બહારના સુખમાં ઝાંવાં નાખવાથી નહિ મળે. સુખ આત્મામાં જ છે, તેમાંથી જ તે પ્રગટ થશે. તે જ કરવાનું છે.
જેટલું જ્ઞાન છે તેટલો આત્મા છે. જ્ઞાયકતાથી ભરેલો જે જ્ઞાનસ્વરૂપ આત્મા તે જ જ્ઞાયક છે. બસ, તે જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે, તેને ઓળખ. આ કરવાનું છે. તે પદને પ્રાપ્ત કર, તે ખરું પદ છે. અનેક જાતના મતિ-શ્રુત-અવધિમનઃ પર્યય આદિ ભેદો છે. તે ભેદો ઉપરથી દષ્ટિ ઉઠાવીને એક જ્ઞાયક ઉપર દષ્ટિ કર. બસ, તે જ્ઞાયકમાં તૃપ્તિ પામ. તે જ્ઞાયકમાં જ બધું ભરેલું છે. બીજા ભેદભાવો ને વિભાવો-બધા ઉપરથી દષ્ટિ ઉઠાવીને એક ચૈતન્યમાં દષ્ટિ કર. ગુરુદેવે કહ્યું તે ભેદજ્ઞાન-સ્વાનુભૂતિ પ્રગટ કરીને, તેમાં જ તૃપ્તિ પામ. તેમાં જ આનંદનો શાંતિનો-જ્ઞાનનો સાગર ભર્યો છે અને તેમાંથી જ આનંદ, જ્ઞાન વિગેરે ઊછળશે. તેમાં જ બધું ભર્યું છે, તેમાં જ વારંવાર દષ્ટિ-જ્ઞાન અને લીનતા કરવાથી તેમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થશે, તે ખરું કરવાનું છે, તે જીવનનું કર્તવ્ય છે. તત્ત્વના વિચાર, શાસ્ત્રાભ્યાસ, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા આ બધું એક ચૈતન્યતત્ત્વને ઓળખવા માટે જ કરવાનું છે. જીવનનું ખરું કર્તવ્ય તે હોવું જોઈએ. ગુરુદેવે ઘણું સંભળાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ૧૬૧. પ્રશ્ન- શુભ ભાવ હોય તો મનુષ્યભવ મળે ને ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com