SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨] [ સ્વાનુભૂતિદર્શન પર્યાયનો પલટો થાય. જે પર્યાય આ બાજુ (વિભાવમાં) જાય છે તે પર્યાયને સ્વ તરફ વાળવી તે પોતાના હાથની વાત છે. ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું હોય છે. એકલું ક્રમબદ્ધ હોતું નથી, ક્રમબદ્ધની અંદર સ્વભાવ, પુરુષાર્થ બધું જોડાયેલું હોય છે. જેને વિભાવ સર્વસ્વ લાગે છે અને તેમાંથી છૂટવું ગમતું નથી તેનું ક્રમબદ્ધ પણ એવું છે. જેને વિભાવ ચતો નથી અને સ્વભાવ જ રુચે છે તેનું ક્રમબદ્ધ તે જાતનું હોય છે. તેની પુરુષાર્થની ગતિ સ્વભાવ તરફ હોય છે, તેનું ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. ૨૩૧. પ્રશ્ન- સમકિતીને શુભભાવનો નિષેધ વર્તે છે, છતાં જ્ઞાની પ્રત્યે સાચી અર્પણતા તેને જ હોય છે એ વિચિત્રતા લાગે છે !! સમાઘાન- સ્વભાવમાં શુભભાવ નથી એટલે તેની દષ્ટિમાં શુભભાવનો આદર નથી. એવી વસ્તુસ્થિતિ છે. સમકિતી એક ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરે છે પણ વચ્ચે શુભભાવ આવ્યા વિના રહેતા નથી. ચૈતન્યતત્ત્વ જ સર્વસ્વપણે અંગીકાર કરવા જેવું છે. ચૈતન્યતત્ત્વ વિના જગતમાં બીજું કંઈ સારભૂત નથી. આ વિભાવ આત્માનો સ્વભાવ નથી, તે દુઃખરૂપ છે, આકુળતારૂપ છે. જેમણે જ્ઞાયક સ્વભાવને સંપૂર્ણપણે ગ્રહણ કર્યો છે અર્થાત્ જેઓએ પુરુષાર્થ કરીને સ્વરૂપમાં લીન થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તથા જેઓ વારંવાર સ્વરૂપમાં લીન થાય છે એવા મુનિવરો, તે બધાનો સમ્યગ્દષ્ટિને આદરભાવ આવે છે કારણ કે તેને પોતાના સ્વભાવનો આદર છે. મારો સ્વભાવ જ આદરણીય છે, વિભાવ છે તે યરૂપ જ છે-એમ યથાર્થ દષ્ટિ-પ્રતીતિ થઈ છે છતાં જેણે આવી દશા પ્રગટ કરી છે તેનો મહિમા પણ આવે છે. મારો સ્વભાવ જુદો છે અને આ વિકલ્પ જુદા છે. પોતે શુભભાવને આદરણીય નથી માનતો, તો પણ શુભભાવનામાં ઊભો છે તેથી શુભભાવનાં જે નિમિત્તો દેવ-શાસ્ત્ર-ગુરુ, તેની મહિમા પણ એટલી જ આવે છે, તેને સ્વભાવની મહિમા છે ને વિભાવ તુચ્છ લાગે છે. છતાં જેણે આ પ્રગટ કર્યું છે-જે તેની સાધના કરે છે–તેની મહિમા આવે છે. સમકિતીને પોતાના સ્વભાવની મહિમા છે, તેથી સ્વભાવને જેણે પ્રાપ્ત કર્યો છે તેવા જ્ઞાનીઓ પ્રત્યે યથાર્થ મહિમા આવે છે. અંતરદૃષ્ટિમાં શુભભાવ મારો સ્વભાવ નથી એમ તે માને છે અને તે ક્ષણે ભેદજ્ઞાનની ધારા પણ વર્તે છે. આમ તેને શુભભાવ આદરણીય નથી, છતાં શુભભાવનો રસ ઘણો પડે છે અને સ્થિતિ ઓછી પડે છે. ર૩ર. Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy